________________
(૬૪૪ ).
જૈન મહાભારત. ર્તનને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. છેવટે એ મહાવીર મેહરા જાની સાથે યુદ્ધ કરવા પ્રત્યે અને તેણે પિતાના વીરજીવનને ચારિત્રમય બનાવ્યું હતું. વાંચનાર! એ પ્રાતઃસ્મરણીય વીરનું સદા યશગાન કરી તારા હૃદયમાં ઉત્તમ ભાવના ભાવ્યા કરજે; જેથી તારું જીવન આત્મકલ્યાણને સંપાદન કરવા અધિકારી થશે.
-- © -~પ્રકરણ ૪૩ મું.
મહાયુદ્ધ–ચાલુ. આજે યુદ્ધને અગિયારમે દિવસ છે. દુર્યોધન દ્રોણાચાર્યને સેનાપતિ બનાવી કુરૂક્ષેત્રની રણભૂમિમાં આવ્યા છે. વીર દ્રોણાચાર્ય રવસેનાની ભૂહ રચના કરે છે. તે જોઈ દુર્યોધન સંતુષ્ટ થઈ રણભૂમિના અગ્ર ભાગે ઉત્સાહિત થઈ ઉભે છે. : સામી તરફ પાંડે પિતાના સૈનિકેને લઈ સજજ થયા છે. ભીષ્મપિતામહની દશા જોઈ તેમના હૃદયમાં ખેદ થાય છે. તથાપિ ભીષ્મપિતામહને રણભૂમિમાંથી દૂર થયેલા જોઈ તેઓ અંતરમાં વિજયની આશા રાખે છે.
ક્ષણવાર પછી બંને સેનાપતિઓની આજ્ઞા થતાં યુધને સમારંભ થયે. પ્રથમ ગજે દ્રોના સમુદાયનું મહાયુધ પ્રવત્યું હતું. તે સાથે બંને સેનાના વીરેના બાણે આકાશમાર્ગે