________________
( ૬૪૨ )
જૈન મહાભારત
આંખ્યું. પછી તેઓ પ્રવૃત્તિના વિચારમાંથી નિવૃત્ત થઈ સમતા રૂપ અમૃતના સ્વાદ કરવા લાગ્યા અને તત્કાળ શ્રી ભદ્રગુપ્તાચાર્ય ની પાસે તેમણે ચારિત્ર ગ્રહણુ કર્યું. મહાવીરભીષ્મ હવે યાગવીર અની ગયા. તેમની યુદ્ધ પ્રવૃત્તિ બીજી તરફ વળી ગઇ. તે ધર્મ વીરે જ્ઞાનચક્રથી વિવિધ પ્રકારના મિથ્યાત્વનો નાશ કરવા માંડ્યો, સમતા રૂપ શક્તિથી રાગ અને દ્વેષરૂપ મેટા ગજેંદ્રોને ભેદવા માંડ્યા. નિયમને વિષે નહીં રહેલા ઇંદ્રિય રૂપ અવેાને ધ્યાનરૂપ ભાલાથી ક્રમવા લાગ્યા. ક્ષમાદિક બાણેાએ કરી કોધાદિક વીરાના સમુદાયનો ઘાત કરવા લાગ્યા. તેમણે સ` અંગમાં શ્રદ્ધારૂપી કવચ ધારણ કર્યું' અને સંયમના શસ્રો ગ્રહણ કર્યા. આ પ્રમાણે સજ્જ થઇ ભીષ્મપિતાએ માહુરાજાની સાથે યુદ્ધ કરવાનો આરંભ કર્યો.
ભીષ્મની આવી વૃત્તિ જોઇ પ્રસન્ન થયેલા પાંડવા અને કારવાએ ભીષ્મ મુનિને વંદના કરી પોતપાતાના આવાસ પ્રત્યે ચાલ્યા ગયા હતા.
ભીષ્મ જેવા મહાવીર જ્યારે વિરક્ત થઈ ગયા, એટલે દુર્યોધનને ભારે ખેદ થઈ આવ્યેા. તેનાં નેત્રા ચિંતાથી સકા ચિત થઈ ગયાં. આ વખતે દ્રોણાચાર્યે ાધનને કહ્યુ, “રાજન ! મહાધૈય વાન એવા તને આ શુ થયુ છે.?. શા ને દૂર કરનારી આ ચિંતા તને કયાંથી પ્રાપ્ત થઈ છે ? શાંતનુ રાજાથી ગંગાને વિષે ઉત્પન્ન થયેલા ભીષ્મપિતામહનો શેક