________________
જૈન મહાભારત.
(૪૦)
“ વત્સ ! જે પાણી પશુપિક્ષિઓએ પીધું ન હેાય અને જે પાણીના સૂર્ય ના કિરણાએ સ્પર્શ કર્યા ન હેાય, તેવુ` પાણી પીવા માટે મારૂ હૃદય ઇચ્છા કરે છે.” ભીષ્મની આ માગણી પૂર્ણ થવી અશકય છે, ' એમ ધારી કારવા વિચારમાં પડી ગયા. તે વખતે ભીષ્મે અર્જુનની સામે જોયુ, એટલે પિતામહનો અભિપ્રાય જાણી અર્જુને પેાતાના ગાંડીવ ધનુષ્ય ઉપર વરૂણાસ્ત્ર ચડાવ્યું અને કૃષ્ણની દૃષ્ટિના પાતથી પવિત્ર એવા અધ:સ્થળમાં તે ખાણ મારી પૃથ્વીને છિદ્ર પાડી દીધું. તરત એ પૃથ્વીના છિદ્રમાંથી જાણે અર્જુનની કીર્ત્તિ હાય તેવી સ્વચ્છ જળની ધારા નીકળી. તેમાંથી જળ લઈ અર્જુન ભીષ્મપિતાની પાસે લાવ્યેા. તૃષાતુર ભીષ્મે તે જળનું પાન કરી સ ંતુષ્ટ થઇ ગયા. અને તે મધુર વાણીથી એલ્યા—“ વત્સ અર્જુન ! તે. આ સ્વચ્છ અને શીતળ જળથી મને આનંદ આપ્યા છે. ‘ તું તારા બંધુઓની સાથે વિજયી થા.’ એવી મારા હૃદયની આશીષ છે.” આ પ્રમાણે અર્જુનને કહી ભીષ્મે દુર્વાધનને કહ્યું—“વત્સ દુર્યોધન ! આપણુ કારવકુળ ભારતવમાં શ્રેષ્ઠ ગણાય છે. માટા પુણ્યના યાગથી એ કારવકુળમાં જન્મ થાય છે. આવા કારવકુળમાં તારા જન્મ થયા છે. તેથી તારે તારા બંધુએકમાં સ`પથી વત્તવુ જોઇએ. નમ્રતા અને ન્યાય એ એ ગુણ્ણાના તુ સ્વીકાર કર. નમ્રતા અને ન્યાયથી પુરૂષ સત્કીર્ત્તિ ધારણ કરે છે. આ તારા ખ યુઆને તેમનું રાજ્ય પાછું સોંપી તુ ન્યાયી થા. તારા ન્યાયવનથી જગત્માં સારી કીર્ત્તિ પ્રસરશે અને સર્વ લેાકેા