________________
જૈન મહાભારત
( ૧૩૦ )
સ્તિનાપુરમાં રહેલા ગાંધારી સહિત ધૃતરાષ્ટ્રને ઉદાર સંજય દિવસે દિવસે જે યુદ્ધપ્રકાર અને, તેનુ અવલેાકન કરી રાત્રે તેના વૃત્તાંત કહેતા હતા.
આઠમે દિવસે ભીષ્મપિતામહ યુધ્ધ કરવાને ચડ્યા હતા, પણ તે દિવસે તેમણે જોઇએ તેવા મારા ચલાવ્યે ન તે હતા. ફક્ત કેટલાએક વીરાના હાથની આંગળીએ કાપી હતી, જેથી તે વીરા ધનુષ્ય ચડાવાનું કામ કરવાને અશક્ત બની ગયા હતા. તે દિવસે પરિણામે પાંડવાના વીરાએ કારવેાના પક્ષના વીરાની મેાટી સંખ્યા મારી હતી, તેથી પાંઢવા હૃદયમાં આન ંદિત થયા હતા. જ્યારે સૂર્ય અસ્તાચળ તરફ પાછા ફર્યા એટલે બંને પક્ષના વીરા યુધ્ધથી વિરામ પામી પાતપેાતાની છાવણીમાં પાછા ફર્યા હતા.
તેજ રાત્રે પેાતાની સેનાના મેાટા સ`હાર થયેલા જાણી ભીષ્મ ઉપર શંકા લાવી દુર્યોધન ભીષ્મની પાસે આવી એલ્યા—“ પૂજ્ય તાત ! અમાને તમારા ધનુર્ધારીપણાના મુખ્ય આધાર છે. અને તમારે આધારે પાંડવાના નાશ માટે આ યુદ્ધાર ભ થયા છે. તમારી સહાય વિના પાંડવાના પરાભવ કરવાને કાણુ સમર્થ છે ? આજના યુદ્ધમાં મારા જાણુવામાં આવ્યું છે કે તમે પાંડવાના પક્ષ કરી છે. આજે મારા સુલટાના મોટા સંહાર થયે તે છતાં તમે તેમની ઉપેક્ષા કરી છે. એ માટે જો તમેાને પાંડવા પ્રિય હાય અને તેમને રાજ્ય દેવાની તમારી ઇચ્છા હાય તે તમે હુમણાંજ તમારા હાથે મારા વધ કરી. ”