________________
યુદ્ધાર ભ
(૬૨૧ )
દુરૂપયોગ થાય તે। પછી તેને દબાવનારી ખીજી પ્રમળ શક્તિની આવશ્યકતા છે. પાંડવજ્યેષ્ઠ યુધિષ્ઠિર આર્હુત ધર્મના ઉપાસક હતા. તે સાથે શાંત અને દયાળુ હતા. તેવા પવિત્ર પુરૂષને યુદ્ધ કરવાના પ્રસંગ દુર્યોધનની દુષ્ટ સત્તાથીજ પ્રાપ્ત થયા હતા. જો કે દુર્યોધન પ્રજા ઉપર સારૂં રાજ્ય ચલાવતા હતા; તથાપિ તે કુટુંબના દ્વેષી, અભિમાની, કૃતઘ્ની અને નઠારા સલાહકારોની સલાહથી ચાલનારા હતા, તેથીજ તેની સત્તા છીનવી લેવાને ન્યાયી યુધિષ્ઠિરની ઇચ્છા થઈ હતી. જો તેણે પાંડવાને માત્ર પાંચ ગામ આપ્યાં હાત, અર્જુને કરેલા અંધમુક્તના ઉપકારના તે કૃતજ્ઞ થયા હોત અને મહાન્ સમર્થ કૃષ્ણની ષ્ટિને તેણે માન આપ્યુ હોત તે તેને આવા યુદ્ધ પ્રસંગ ન આવત.
વળી જ્યારે અભિમાની જરાસંઘ તરફ જોઈએ તે તે પણ ખરેખરા દુષ્ટ બુદ્ધિનો હતેા એમ માલૂમ પડે છે. જગત્ ઉપર મહા અનીતિ કરનારા પેાતાના જમાઇ કંસને મારનાર કૃષ્ણ ઉપર તેણે શામાટે દ્વેષ કરવા જોઇએ ? કદિ પેાતાનો સહેાદર બંધુ પણ જો અતિ અનીતિ કરનારા હાય
તા સુજ્ઞ પુરૂષ તેનો પક્ષ કરતા નથી. આ પ્રમાણે અનીતિને માર્ગે ચાલનારા દુર્યોધન અને જરાસંધની નઠારી સત્તા દુખાવવાની જરૂર હતી અને તેથી તેમના દુષ્કૃત્યોએ પાંડવ અને કૃષ્ણને તેમને શિક્ષા કરવાની પ્રેરણા કરી હતી. માટેજ આ યુદ્ધના સમારંભ થયેલા હતા.