________________
( ૩૨ )
જૈન મહાભારત.
એને ઘાયલ કરી અસ્વસ્થ કરી દીધા. તેનું આવું પ્રચંડ પરાક્રમ જોઈ રાજા શાંતનુ વિશેષ ક્રોધે ભરાયા અને જેવામાં તે તરૂણના સંહાર કરવા ધનુષ્યપર બાણ ચડાવા જતાહતા, “ તેવામાં તે લક્ષવેધી વીરે એક બાણ મારી રાજાના ધનુષ્યની ઢોરી તાડી નાંખી. ” તેનુ આવુ સાહસ જોઈ જેમ સિંહના પરાક્રમથી ગજેંદ્ર આકુળવ્યાકુળ થાય, તેમ શાંતનુરાજા આ કુળવ્યાકુળ થઇ ગયા. અને તેના મુખ ઉપર અપાર ગ્લાનિ આવી ગઇ.
,,
આ બધા ખેલ ગંગાકુમારી પોતાના મહેલ ઉપર ઉભી ઉભી જોતી હતી. પેાતાના પુત્રના અદ્ભુત પરાક્રમથી એ ક્ષત્રિયાણી હૃદયમાં પ્રસન્ન થઇ, પણ અતિ કલેશ વધવાની શંકા લાવી તે વીરપુત્રી મહેલ ઉપરથી ઉતરી રણભૂમિમાં આવી ઉભી રહી. તેણીએ આવી . પેાતાના વીરપુત્રને કહ્યું,– બેટા ! શાંત થા. જેની સાથે તુ અભિમાની થઇ યુદ્ધ કરે છે, તે તારા પૂજ્ય પિતા થાય છે. કુલીન પુત્ર પિતાના પરાભવ ન કરવા જોઇએ.
વીરમાતાનાં વચન સાંભળી તે તરૂણ આશ્ચર્ય પામી બાલ્યા—“ માતા ! આ શુ' ખેલે છે ? આપણે વનવાસી છીએ અને આ તેા રાજા છે. તે મારા પિતા શી રીતે થાય ?”
ગંગાએ ગારવતા દર્શાવીને કહ્યું,—વત્સ, એ તારા પિતા શાંતનુ રાજા છે. તું કાંઇ વનવાસીને પુત્ર નથી, પણ રાજાના પુત્ર છે. આ તારા પિતાને શિકાર કરવાનુ` ભારે વ્ય