________________
(પ૯૦)
જેન મહાભારત. કાર કરે છે. દુર્યોધન મારે માટે ગમે તે વિચારે પણ તેનાથી મને શું થવાનું હતું ? સિંહ સ્વસ્થ થઈને બેઠા હોય, તે પણ શીયાળ તેને પરાભવ કરી શકતું નથી. અત્યારે કેવળ દયાને લઈને હું દુર્યોધનને નાશ કરવા ઈચ્છતું નથી. પાંડવોને ભયંકર ધજ તેને નાશકર્તા થાઓ. ભલે દુર્યોધન કુરૂક્ષેત્રમાં જઈ પાંડની ભુજાબળને સ્વાદ ચાખે. હું અહિં ઉતાવળ કરી આવ્યું હતું. પાંડને તે યુદ્ધને પૂર્ણ ઉત્સાહ છે.” આટલું કહી કૃષ્ણ કોધથી તામ્રવર્ણ થઈ ત્યાંથી ચાલી નીકળ્યા. તે સમયે દ્રોણાચાર્ય, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર વગેરે પણ સભામાંથી ઉઠી કૃષ્ણને શાંત્વન કરવાને પછવાડે ગયા અને તેમને હાથ ઝાલી કેટલાએક શબ્દોથી તેમના રેષાતુર હૃદયને શાંત કર્યું હતું. પછી કૃષ્ણ રથમાં બેથી તેમની સાથે પાંડુરાજાને મળવા વિદુરને ઘેર ગયા હતા. રસ્તામાં સાથે આવેલા કર્ણને કૃણે યુધિષ્ઠિરની સાથે સ્નેહ રાખવા ઘણું સમજાવ્યું હતું. તેને કહ્યું હતું કે, તું કુંતીને પુત્ર છે, માટે પાંડે તારા બંધુઓ છે, તેમની સાથે તારે રહેવું જોઈએ. અને તારા બંધુઓને દ્વેષ કરનાર દુર્યોધનની સાથે તારે સહવાસ કરવો
ગ્ય નથી. જ્યારે હું અહિં આવવા નીકળે ત્યારે કુંતીએ મને એકાંતે કહ્યું હતું કે, કર્ણને કહેજો કે, તું મારે પુત્ર છે. રાધાદાસીએ તારૂં પુત્રવત્ પાલન કર્યું, તેથી તું રાધેય કહેવાય છે. માટે તું પાંડને સહદર બંધુ થઈ તેની સાથે વિરોધ રાખે છે, તે તને યેગ્ય ન કહેવાય. કુંતીને આ વ
*
*
*