________________
(૨૮)
જૈન મહાભારત, કુટુંબના હદય આકર્ષ્યા હતા. બાળકથી તે વૃદ્ધ સુધી તમામ લેકે તેણીની સાથે સ્નેહથી વર્તતા હતા. કેટલાએક મુગ્ધ નાવિકે સત્યવતીને એક માનવી દેવી તરીકે માનતા અને તેણીનું દર્શન કરી પિતાને કૃતાર્થ થયેલા સમજતા હતા.
જ્યારે સત્યવતી યમુનાને તીરે ફરવા નીકળે, ત્યારે લેકેના ટેળેટેળાં મળી તેને ઉત્કંઠાથી અવકતા અને હૃદયમાં પ્રસન્ન થતા હતા.
પ્રકરણ ૬ ઠું.
પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ. રાજા શાંતનુ શિકારના રસમાં મગ્ન થઈ તે જંગલમાં ફરતો હતો. તેણે નાંખેલા પાસાથી વનપશુઓ ભયભિત થઈ ગયા હતા. રાજાએ ક્ષણવારમાં બધા વનને ખળભળાવી નાંખ્યું. તે વખતે મંદરાચળથી મથન કરેલા સમુદ્રના જે આભાસ થઈ રહ્યો. આ વખતે વનના એક પ્રદેશમાંથી “રાજન, આ કામ કરવું તને એગ્ય નથી. આ દવનિ પ્રગટ થયે. તેના પ્રતિધ્વનિથી અરણ્યને પ્રદેશ ગાજી ઉઠયે. પિતાને અટકાવનારે આવો માનવધ્વનિ સાંભળી રાજા ચકિત થઈ ગયે. અને તે ચારે તરફ જેવા લાગે, તેવામાં એક તરફ કામદેવના જે એક સુંદર કુમાર તેના જોવામાં આવ્યું.