________________
કારવ કપટ અને પાંડવ પ્રકાશ.
(૫૫૭) તે દેખાવા લાગ્યું. તેના તીવ્ર શોની જવાળાએ કરી વિરાટરાજાના સૈનીકે પક્ષીની જેમ ભયભીત થઈ આક્રોશ કરી નાસવા લાગ્યા. બાકીના કેટલાએક વીરે હૈયે પકડી સુશમની સામે યુદ્ધ કરવા ટકી રહ્યા, તે સમયે બંને સેનાના વીરોમાંથી કોઈને પણ નાશ ન થયા. અને બંનેની વચ્ચે તુમુલ સંગ્રામ પ્રવર્તે. એકને વિજ્ય થાય, તેના ઉપર પુષ્પવૃષ્ટિ થતી એટલે બીજાઓ તે સહન ન કરી વિજય મેળવતા હતા. અને દેવતાઓની પુષ્પવૃષ્ટિ સંપાદન કરતા હતા. પર્વતના શિખર જેવા રથ ઉપર બેશી વિરાટ અને સુશર્માએ એવું યુદ્ધ કર્યું કે જેથી પરસ્પર તેમના શસ્ત્રોતથા અ ખુટી ગયા. પછી તેમણે રથ ઉપરથી ઉતરી મલ્લયુદ્ધ કરવા માંડયું. છેવટે બળવાન સુશર્માએ વિરાટરાજાને મર્મસ્થળમાં મહાસ કરી પકડી બાંધી લીધા અને તેને પોતાના રથમાં કેદ કરી બેસાડ. વિરાટરાજાને કેદ કરેલે જોઈ કંક નામધારી યુધિદિરે ભીમસેનને બોલાવીને કહ્યું, “વત્સ, આપણે આ વિરાટ રાજાના આશ્રમમાં રહી તેરમું વર્ષ પ્રસાર કર્યું છે, માટે તે ઉપકારનો બદલામાં તું પરાક્રમ કરી આ વિરાટરાજાને છોડાવ. કારણકે, અનુપકારી પુરૂષ પણ જે સંકટમાં આવ્યું હોય, તે તેને ઉદ્ધાર કરવો જોઈએ, તે સર્વ રીતે ઉપકાર કરનાર આ વિરાટરાજાને છોડાવે તેમાં શું કહેવું?” યુધિષ્ઠિરની આવી આજ્ઞા થતાં ભીમસેન પોતાની ભુજાએ સજ કરી અને બે બંધુઓને સાથે લઈ તરત સુશર્માની સામે દેડ. જાણે જંગમ પર્વત હૈય, તેવા ભીમસેનને આવતે જોઈ સુશર્માના