________________
દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ,
(૫૪૩) તે તમારા જાણવામાં છે? તે ઘણે સુંદર અને રસિક પુરૂષ છે. આજે કોઈ એક કારણથી એકાએક તે કીચકનું શરીર અસ્વસ્થ થયું છે. કોઈપણ ઉપાયે કરી તે સ્વસ્થ થત નથી. હું ધારું છું કે, તમારા કોમળ હાથના સ્પર્શથી તેની વ્યથા શાંત થઈ જશે. કારણ કે, તમે પતિવ્રતા છે. પતિવ્રતાના પ્રભાવથી સર્વ પ્રકારના દેષ શાંત થઈ જાય છે. માટે તમે ઉતાવળાં એ કીચકની પાસે ચાલે અને તમારા સ્પર્શરૂપ અમૃતરસે કરી કીચકના તાપને શાંત કરે, એથી દેવી સુદૃષ્ણા અને રાજા તમારી ઉપર ઘણું પ્રસન્ન થશે.”
તે દૂતીનાં આવાં–ઉપરથી મધુર, પણ અંદરથી કપટ ભરેલાં–વચને સાંભળી પવિત્રહદયા દ્રૌપદીને ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આ . તે રમણું રેષાતુર થઈને બેલી-“હે ચતુરદ્વતી, વિષથી મિશ્રિત મિષ્ટાન્નના જેવાં આ તારાં વચને સાંભળતાં તે મધુર લાગે છે, પરંતુ તે પરિણામે ભયંકર છે. જે આ તારા વચન પ્રમાણે આચરણ કર્યું હોય તે અવશ્ય શીલરૂપી પ્રાણુને સંહાર થાય. અરે કપટી દાસી, જે તારે કીચક મારા હાથને સ્પર્શ કરવા ઈચ્છે છે, તો તે મરવાની જ ઈચ્છા કરે છે, એમ તું જાણજે. સિંહણના પંજાના સ્પર્શની ઈચ્છા કરનાર શીયાળ શું જીવે છે? દાસી, તું જાણે છે કે, હું એકાકી છું, પણ એમ નથી. મારી સાથે મારા પાંચ ગંધર્વ પતિએ ગુપ્ત રીતે રહેલા છે. જે તેઓ આ વાત જાણશે, તે તારા કીચકના પ્રાણને અંત આવી જશે.” આ