________________
(પ૩ર)
જૈન મહાભારત. પાંડવેની આ ચિંતા ચિંતામણિની પ્રભારૂપ થઈ તેજ કાળે કઈ પવિત્ર ચારિત્રધારી તપસ્વી મુનિ માસક્ષપણને પારણે ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. તેમનું નામ સુચરિતસૂરિ હતું. લકત્તર ગુણવાળા તે મુનિને સન્મુખ આવતા જોઈ પાંડવો અત્યંત પ્રસન્ન થઈ ગયા. જેમ તૃષાતુરને અમૃત જળ મળે તેમ તેઓને ઈચ્છિત વેગ મળવાથી આનંદ થઈ ગયે. તેઓએ વિચાર્યું “અહા ! આપણા પુણ્યને પ્રભાવ કે ઉત્તમ! કયાં આ હિંસક પ્રાણીઓના સંચારવાળી ભૂમી ! અને ક્યાં આ પુણ્યથી પણ દુર્લભ એવા મુનિરાજ ! મરૂદેશમાં કલ્પવૃક્ષની જેમ આ વનમાં આપણને મુનિરાજને મેળાપ થયે છે.” આ પ્રમાણે વિચારી પાંડે પિતા પોતાના ભેજનના પાત્ર લઈ મુનિ સન્મુખ ઉભા રહ્યા, અને વિનયથી આ પ્રમાણે બેત્યા–“પ્રભુ, આજને દિવસ સુપ્રભાત છે. આજે અમારું પુણ્યરૂપી વૃક્ષ પુષિત થયું. તમેએ અમારા આ પર્ણકુટીના આંગણને પવિત્ર કર્યું છે. મહારાજ, આ શુદ્ધાહાર ગ્રહણ કરો અને અમારી ઉપર અનુગ્રહ કરે.”
પાંડેની ભક્તિભાવવાળી આ પ્રાર્થના સાંભળી અને તે શુદ્ધ પ્રાસુક આહાર જાણે મુનિવરે તે ભિક્ષા ગ્રહણ કરી, આ વખતે આકાશમાં દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો. અને તે સ્થળે સુવર્ણ, પુષ્પ તથા સુગંધી જળની વૃષ્ટિ કરી. કે એક દેવ આકાશમાર્ગ સંચાર કરતે ઉંચે સ્વરે નીચે પ્રમાણે