________________
(પર૦)
જૈન મહાભારત. વચન માન્ય કરી ભીમ અને અર્જુન જયદ્રથની પાછળ વેગથી દડવા ગયા. જ્યાં આગળ ગયા ત્યાં જયદ્રથ મેટી સેનાને વ્યુહ રચી તેમની સામે યુદ્ધ કરવાને ઉભે રહ્યો. બળવાન ભીમસેને પોતાની ઉગ્ર ગદા પ્રહાર કરી જયદ્રથની સેનાને નાશ કર્યો. તેમાંથી કેટલાએક જીવતા નાશી ગયા. પછી વીર અને આવી જયદ્રથને પકડે અને તેનાજ વસ્ત્રથી તેને મજબૂત બાંધી લીધો. પછી ભીમસેને અર્જુનના ભાથામાંથી એક બાણ લઈ તેવડે જયદ્રથના મસ્તક ઉપર પાંચ શિખા કરી અને દ્રોપદીને પિતાની ભુજામાં લઈ લીધી. આ વખતે ભીમસેને કહ્યું કે, “અરે અધમ, કુંતી માતાની આજ્ઞાથી તને અહિંથી જીવતો મુકું છું.” તે વખતે જયદ્રથ લજજાથી નમ્ર મુખ કરી બે –“હે ગર્વિષ્ટ વૃકેદર, તે વિવેકને છેક દૂર કરી મારી આ દશા કરી છે, પણ મારી આ પાંચે શિખા તમારા પાંચ ભાઈઓના મૃત્યુની કારણરૂપ ધૂમકેતુ રૂ૫ થશે.” આટલું કહી જયદ્રથ ત્યાંથી ચાલ્યો ગયે હતે.”
યુધિષ્ઠિરના મુખથી આ વૃત્તાંત સાંભળી નારદમુનિ ખેદ પામી અને ઉપકારને બદલે અપકાર કરનાર દુષ્ટ દુર્યોધનના આચરણને ધિક્કારી ત્યાંથી ચાલ્યા ગયા હતા.
નારદના મુખથી કૃત્યા રાક્ષસીના આવવાના ખબર સાંભળી ભીમસેન પોતાની પ્રચંડગદા ઉંચી કરી બોલ્ય–
જ્યેષ્ટ બંધુ, જે કૃત્ય આવશે તે આ ગદાથી તેના સહસ્ત્ર ખડ કરી હું તમારી રક્ષા કરીશ.” યુધિષ્ઠિરે હાસ્ય કરીને