________________
( ૧૧૪)
જૈન મહાભારત.
હતા. એવી પ્રવૃત્તિ વત્ત માનકાળે ચિતજ જોવામાં આવે છે, એજ આપણી અવનતિનું મુખ્ય કારણ છે. તેથી આપણે પૂર્વીના એ મહાન ગુણને ગ્રહણ કરી ઉન્નતિના મહાત્ મા ગ્રહણ કરવા જોઇએ. એના એજ આપણે આ પુત્ર છીએ. જો આપણામાં ગુરૂજનના વિનય કરવાના અને અપકારને ખદલે ઉપકાર કરવાના મહાન ગુણુ સંપાદિત હાય, તે આપણે પૂર્વની ઉન્નતિ કે જાહેાજલાલી મેળવવાને પૂર્ણ ભાગ્યવાન્ થઇએ.
-@>
પ્રકરણ ૩૭ મુ.
ધર્મારાધનના પ્રભાવ.
એક પ્રચ’ડ પુરૂષ પીડાતો સીમળાના ઝાડ નીચે પડયા છે, તેના મુખ ઉપર ભારે ગ્લાનિ પ્રસરી ગઇ છે. હૃદય થાયનળથી દગ્ધ થયા કરે છે. વારંવાર મુખમાંથી નિશ્વાસ નાંખે છે અને ક્ષણે ક્ષણે ‘ અરેરે ’ એવા પાકાર કર્યા કરે છે. તેના અને પગમાં ભારે પીડા થાય છે. અનેક સેવકે તેની સેવા માટે હાજર રહ્યા છે. કેાઈ તેને પવન નાંખે છે, કાઇ તેના શરીરને પંપાળે છે અને કાઇ તેના પગ ચાંપે છે.
આ વખતે કાઇ બીજો પુરૂષ તેની પાસે આવ્યા. તેની આકૃતિ ભવ્ય અને પ્રચંડ હતી, તેના મુખ ઉપર શૂરવીરતાનુ