________________
કમળનું ફલ. '
(૪૮૫) તીરે કુટુંબ કલ્યું હતું, તે યુધિષ્ઠિરનું કુટુંબ હતું, તે ભયંકર નદીને ઉતરી આગળ જવા વિચાર કરતું હતું, પણ એ દુસ્તર નદી તેમનાથી ઉલ્લંઘન કરી શકાય તેવી ન હતી, આ વખતે તે કુટુંબ માંહેલા જે એક પુરૂષે વિદ્યાનું બળ લેવા વિચાર કર્યો હતે. તે અર્જુન હતું, પણ આવા સામાન્ય કાર્યમાં વિદ્યાને ઉપગ ન કર, એમ જે કુટુંબ પતિએ કહ્યું હતું, તે કહેનાર યુધિષ્ઠિર હતે. પછી કુટુંબનાયક યુધિષ્ઠિરે જે ઈષ્ટનું સમરણ કર્યું હતું, તેના સ્મરણમાત્રથી હેડંબા ત્યાં આવી હાજર થઈ હતી, તેની સાથે જે કુમાર હતે, તે તેના પતિ ભીમસેનને પુત્ર હતે. હેડંબા સગર્ભા થઈને પિતાના ભાઈ હેડંબના વનમાં ગઈ હતી. ત્યાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપે હતો. ભીમસેનના પુત્રને જોઈને પાંડના મનમાં સ્વાભાવિક રીતે સ્નેહ ઉત્પન્ન થયે હતો. જે વાત પ્રથમ દર્શાવવામાં આવેલી છે. ભીમને પુત્ર તેના મામાના સ્થાનમાં રહી સર્વ વિદ્યામાં પ્રવીણ બની ગયે હતો. તેને બાલ્યવયમાંથી સર્વ પ્રકારની કેળવણી આપી હતી. તેની સુજ્ઞ અને ધાર્મિક માતાએ એ કુમારનું નામ ઘટત્કચ પાડયું હતું. તે કેટલીએક કળાઓ શીખ્યા હતા અને કેટલીએક કળા શીખતે હતે. જ્યારે હેડંબાએ “આ પુત્ર તમારા ભાઈ ભીમસેનને છે એમ કહ્યું ત્યારથી પાંડ તેને અતિ પ્રેમથી રમાડતા હતા.
હેડંબા પ્રગટ થયા પછી યુધિષ્ઠિરે તેને તે નદી ઉલં