________________
વનવાસમાં વિજય.
(૪૭૫) નગરીની તેં કેવી દશા કરી છે? તે શત્રુઓ શબરૂપે ભૂમિ ઉપર પડેલા છે. અત્યારે તેમના મસ્તક પર છત્રને બદલે ગીધ પક્ષીઓની છાયા થાય છે. રણભૂમિની રજ તેને ચંદન થયેલું છે અને રૂધિર કેશર થયેલું છે. શત્રુઓના શબને તેમની સ્ત્રીઓની જેમ શિવાઓ (શીયાળણીઓ) મળે છે, પછી સુંઘે છે અને તે પછી નખથી વિદીર્ણ કરી લાડ કરે છે. જે, આ વિદ્યુમ્ભાળી જેવો મારો બળવાન ભાઈ તારા તીક્ષણ બાણથી પ્રાણરહિત થઈ ભૂમિપર પડે છે. તેને જોઈ મને ઘણું પીડા થાય છે. પણ આખરે તેણે કુસંગીના સંગનું નઠારૂં ફળ મેળવ્યું છે. વીર અર્જુન, જે, આ તેમનું સુવર્ણ ગ્રહવાળું સુવર્ણપુર છે. મારે ભાઈ વિદ્યુમ્ભાલી અને કાળકેતુ વગેરે અહિં રહીને મને નિરંતર ઉપદ્રવ કરતા હતા. જુઓ, આ શત્રુઓની સ્ત્રી છુટા કેશ મુકીને હૃદય કુટતી રૂવે છે. અને સ્વામીના શબને નિરખી નિરખી કરૂણામય રૂદન કરે છે. ભદ્ર અર્જુન, આ શેકમય દેખાવ જેવાથી વધારે ખેદ થાય તેવું છે. ચાલો, હવે આપણે સિદ્ધાયતન ઉપર જઈએ. ત્યાં મનને અતિશય આનંદ આપનાર આહંત મંદિર છે. તેનાં દર્શન કરી આત્માને પવિત્ર કરીએ. એ પછી ઈદે પિતાનું વિમાન સિદ્ધાયતન તરફ હંકાર્યું. વિમાન તે સ્થળે આવી પહેંચ્યું, એટલે તેઓ વિમાનમાંથી નીચે ઉતર્યા અને પૂર્ણ શ્રદ્ધાથી ત્યાં રહેલા શાશ્વત તીર્થકર શ્રી વદ્ધમાનપ્રભુને વંદના કરવા લાગ્યા. આસ્તિક અને ત્યાં સ્નાન કરી