________________
વનવાસમાં વિજય.
(૪૭૩). - ચંદ્રશેખરના આ વચને સાંભળી અને આગ્રહ કરી કહ્યું, મિત્ર ચંદ્રશેખર, હું કાંઈ થડા પણ વિશ્રામની ઈચ્છા રાખતો નથી, પણ યુદ્ધકળાની સગવડતાની ખાતર તારે એમ કરવું પડશે. તારા મનમાં કઈ જાતની શંકા લાવીશ નહીં. હું તને હાથ જોડી કહું છું કે, “રથને જરા પાછે હઠાવ ” અર્જુનનો આવો આગ્રહ જોઈ ચંદ્રશેખરે રથને પાછા હઠાડયો. તે જોઈ શત્રુઓ મુછે હાથ દઈ ગર્જના કરવા લાગ્યા. અને તરત રથની આગળ ધસી આવ્યા. પછી અને પિતાના દ્રોણુ ગુરૂએ આપેલા મંત્રનું સ્મરણ કરી શત્રુઓના પ્રાણને હણનારા અનેક બાણ ઉત્પન્ન કરનારા બાણે છોડવા લાગે. જેમ અંગારામાંથી હજારે તણખા ઉડે, તેમ અજુનના એક એક બાણમાંથી હજારે બાણ ઉત્પન્ન થવા લાગ્યા. જેટલા શત્રુ હતા, તેટલા બાણ થઈ તાળવું અને હાથનું સાથે વેધન કરી તેમના પ્રાણેને સાથે લઈ આગળ જઈ પૃથ્વી પર પડવા લાગ્યાં. તેની સાથે જ મૃત્યુ પામેલા શત્રુઓના પર્વત જેવાં મસ્તકે પૃથ્વી પર પડવા લાગ્યાં. આ વખતે વીર અર્જુનના મસ્તક પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. અજુનનું અદભુત પરાક્રમ જોઈ આકાશમાં દેવતાઓના દુંદુભિ વાગવા માંડ્યાં. આ વખતે તેના સારથિ ચંદ્રશેખરનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. તે પ્રસન્નવદને અર્જુન પ્રત્યે બે“મહાબાહુ ધનંજય, તમને સાબાશ છે. તમે લીલા માત્રમાં શત્રુઓને જીતી લીધા છે.” આમ કહી તે અર્જુનને પ્રણામ કરી ભેટી પડે. આ સમયે આનંદસાગરમાં મગ્ન થતે ઈદ્ર