________________
જૈન મહાભારત.
માં પ્રસન્ન થતે તે પુરૂષ આગળ ચાલતું હતું. ત્યાં એક સુંદર જિનાલય તેના જેવામાં આવ્યું. તે વિમાનના જેવું મનેહર મંદિર જોઈ તે તેજસ્વી પુરૂષે તેમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં તેની જમણી તરફ ચંદ્રકાંતમણિના પગથીઆવાળી એક વાવ દીઠી. તેની અંદર અતિ સુંદર કમળ પ્રકૃલિત થયેલાં હતાં. તે પુરૂષે તેમાં પ્રવેશ કરી સ્નાન કર્યું અને તે કમળપુષ્પ લઈને બહેર આવ્યું. પછી જિનાલયમાં જઈ તે કમળપુષ્પથી જિનપ્રતિમાની પૂજા કરી અને પછી ઉત્તમ ભાવના ભાવી સ્તવનવડે પ્રભુની સ્તુતિ કરી. ત્યારપછી મંદિરની બાહેર એક પવિત્ર ભૂમિ ઉપર બેસી તે વિદ્યામંત્રનું પરાવર્તન કરવા લાગ્યા. શુદ્ધભાવથી વિદ્યોપાસના કરતાં તે પુરુષની આગળ તે વિદ્યાના દેવતા પ્રગટ થયા અને તે મધુર સ્વરે બેલ્યા–“ભદ્ર, તારી ભક્તિ જોઈ અમે પ્રસન્ન થયા છીએ. શી આજ્ઞા છે તે અમને જણાવ.” દેવતાનાં આ વચન સાંભળી તે તેજસ્વી પુરૂષે કહ્યું, “મહારાજ, જ્યારે હું મારા પ્રતિપક્ષીઓનું મથન કરૂં, તે વખતે જે તમારૂં મરણ કરૂં તે તમે મને સહાય કરવા સરવર આવજે.” આ પ્રમાણે કહી તે વીર પુરૂષ ત્યાંથી બાહર નીકળે. અને આ મનહર ગિરિરાજનો શોભા જેવાને ચારે તરફ ફરવા લાગ્યા.
પ્રિય વાચકવૃંદી નવલકથાની પદ્ધતિથી લખાયેલા આ પ્રકરણને હાર્દ તમારા સમજવામાં ન આવ્યા હોય તે તે આ પ્રમાણે છે-જ્યારે પ્રિયંવદ પાંડેને ચેતવણી આપી ચાલે