________________
(૧૬) .
જૈન મહાભારત.. કરવાની ધારણું રાખતી હતી. પ્રિય વાચક બહેને, આ ઉપદેશ પ્રસંગને તમારા હૃદયમાં વિચાર કરજે. પૂર્વકાળે આ આર્યદેશ ઉપર કેવી સ્ત્રીઓ વસતી હતી તે વિષે મનન કરી તમારી વર્તમાનકાળની સ્થિતિને વિમર્ષ કરજે. અને તમારી પ્રાચીન અને અર્વાચીન સ્થિતિની તુલના કરજે. પ્રા. ચીન આર્ય રમણુમાં જ્ઞાન, હિંમત અને સદ્દગુણો હતા, અને તેથી કરીને તેઓ જે ઉચ્ચ સ્થિતિ જોગવતી હતી, તે જ્યારે મનન કરી વિચારશે, ત્યારે તમારા શરીર રોમાંચિત થઈ જશે અને તમારા પવિત્ર હૃદયમાં પૂર્વની શુદ્ધ ભાવના જાગ્રત થઈ આવશે. પૂર્વે ગંગાકુમારીની જેમ દરેક આર્યબાળા પિતાના મનમાં દઢ રહેતી અને પોતે ધારેલી ધારણું સફળ કરવાને સ્વાત્માર્પણ કરતી હતી. વિરબાળા ગંગાસુંદરીએ પિતાને નિયમ દઢતાથી પાળે હતે. “જે પોતાની ઈચ્છા પ્રમાણે ગ્ય પતિ મળે તેજ વિવાહિત થવું, નહિં તે વાવ
જીવ કુમારીવ્રત ધારણ કરીવનના આશ્રમમાં વાસ કરો.” આવી મહા પ્રતિજ્ઞા લેનારી અને તે પ્રમાણે વર્તનારી આર્ય બાળાને હજારો ધન્યવાદ ઘટે છે. આવી હિંમતવાળી આર્ય નારીના ગુણનું સ્મરણ કરી તે પ્રમાણે વર્તવાને આયે શ્રાવિકાઓએ સદા તત્પર રહેવું જોઈએ. વાંચનારી બહેને, તમે તમારી પૂર્વની હિંમત ધારણ કરજે. “દીકરી ને ગાય દેરે ત્યાં જાય ” એ નિર્માલ્ય કહેવતને અનુસરી ચાલશે નહિં. તમારા સ્વાથી માબાપે કદિ તમારે વિક્રય કરવાને