________________
જૈન મહાભારત.
-(૪૪૬ )
પુરૂષો અને બે સ્ત્રીઓ તે વનમાં આવીને રહ્યાં છે. જ્યારે તેઓ દ્વૈતવનમાં આવતાં હતાં, ત્યારે મારે તેમના માર્ગે સાથ થયે હતા. તેઓમાં એક વૃદ્ધ સ્ત્રી છે, અને બીજી તરૂણ સ્ત્રી છે. મામાં તે બને . સ્ત્રીઓ ઘણીજ શ્રાંત થઇ જતી હતી. તે પાંચ પુરૂષોમાં એક મજબુત બાંધાના પુરૂષ છે, તે બંને સ્ત્રીઓને ધ ઉપર ચડાવી ચાલતા હતા. હં તેમના દેખાવ જોઈ આશ્ચર્ય પામતા હતો. ઘેાડે દૂર જતાં સૂર્યાસ્ત થયે એટલે તે બળવાન્ પુરૂષે એવા ચમત્કાર કર્યો કે, જે જોઇ હું મારા મનમાં અતિશય આશ્ચય પામી ગયા. જ્યારે સૂર્યાસ્ત થયા, ત્યારે સર્વ સ્થળે ઘાટુ અંધકાર વ્યાપી ગયું. ગાઢ અંધકારને લઈને અમે બધા આકુળ-વ્યાકુળ થઈ ગયા. તે વખતે તે મજબુત પુરૂષે ચાક્ષુષી વિદ્યાના પ્રભાવથી સર્વ સ્થળે પ્રકાશ કરી દીધેા. મેં સાન ંદાશ્ચર્ય થઇ તે પુરૂષો માંહેલા એક પુરૂષને પુછ્યું, એટલે મને તેણે કહ્યું કે, હેડંબા નામની રાક્ષસી પાસેથી આ વિદ્યા સંપાદન કરવામાં આવી છે. પછી તે તે વિદ્યાના પ્રકાશે ચાલી દ્વૈતવનના મધ્યભાગમાં આવ્યા. તેઓમાં એક જયેષ્ટ પુરૂષ હતા, તેના આગ્રહથી હું બે દિવસ ત્યાં રહ્યો હતા. ભદ્ર, તે પવિત્ર કુટુબ દ્વૈતવનના મધ્ય ભાગે અદ્યાપિ રહેલુ છે. તેએમાં જે શરીરે મજબુત પુરૂષ છે, તે વનમાંથી આહાર લાવી તેમના નિર્વાહ કરે છે. એક પુરૂષ વલ્કલ વસ્ત્રો ખનાવી સર્વ કુટુંબને વસ્ત્રો પૂરા પાડે છે. એક પુરૂષ ખાખરા વગેરેના પત્રા લઇ તેના પડીઆ બનાવી સને પાત્ર પૂરે છે. એક પુરૂષ હાથમાં ધનુષ્યબાણ રાખી તે પવિત્ર