________________
જૈન મહાભારત.
(૪૪૪)
અને કહ્યું જેવા દુષ્ટ પાશવાનેાએ તેને વધારે ચર્ચા હતા. નઠારા પાશવાના પેાતાના સ્વામીને કે શેઠને નુકશાની કરે છે, તેનું આ પૂર્ણ દષ્ટાંત છે. તેથી સુજ્ઞ સ્વામીએ કે શેઠે પેાતાની પાસે સારા પાશવાના રાખવા જોઈએ. સારા પાશવાનેા રાખવાથી સારી સલાહ મળેછે અને તેથી તેમના સ્વામી કે શેઠ સારી રીતે સુખી થાય છે. આખરે દુર્યોધનની સ`પત્તિ અને સુખ તેના નઠારા સલાહકારોથીજ વિનાશ પામશે. આ વાત સ વ્યવહારીઆએ અને શેઠ શ્રીમાએ મરણુમાં રાખવા જેવી છે. અને આ પ્રકરણમાંથી એજ સર્વોત્તમ સાર ગ્રહણ કરવાના છે. સંપત્તિ, વૈભવવિલાસ અને સુખ ચિરકાલ ટકી રહેવાનુ કારણ સારી સલાહ અને સારા સહવાસજ છે.
==
પ્રકરણ ૩૩ મું.
ચેતવણી.
એક તર્ણ પુરૂષ વિકટમાગમાં ચાલ્યા જતા હતા. તેણે પથિકના જેવા વેષ પહેર્યાં હતા. હાથમાં ખડ઼ ધારણ કર્યું. હતુ. તેના વેષ ઉદ્ભટ હતા, પણ તેના સ્વભાવ ઉદ્ભટ ન હતા. માર્ગે ચાલતાં તેના હૃદયમાં અનેક વિચારા ઉદ્ભવતા હતા, ઘેાડે દૂર જતાં એક છાયાદાર વૃક્ષ તેના જોવામાં