________________
(૪૪)
જેન મહાભારત
પ્રગમાંથી બચીને પાંડ એકચકાનગરીમાં ગયા હતા, ત્યાં તેમણે બકરાક્ષસને મારી ત્યાંના લેકેને અભયદાન–જીવિતદાન આપી ભારે કીર્તિ સંપાદન કરી છે. અને તેમનું યશોગાન દેવતાઓ પણ કરે છે. એકચકાનગરીના રાજાએ અને પ્રજાએ અતિ આદર આપી તેમને નગર પ્રવેશત્સવ ભારે ધામધુમથી ઉજવ્યું હતું. આ સાંભળી મારું હૃદય દગ્ધ થઈ જાય છે અને આ સમૃદ્ધિવાનું રાજ્ય ચિરકાળ ભેગવવામાં નિરાશ થઈ જાય છે.” | દુર્યોધનનાં આ વચને સાંભળી વચમાં કશું બોલી ઉઠ– રાજે, શામાટે ચિંતા કરે છે ? પાંડેને પ્રતાપ તમારા પ્રતાપની આગળ તુચ્છ છે. પાંડે ગમે તેટલી કીર્તિ મેળવે, પણ જ્યાં સુધી તેઓ સાધનસંપન્ન થયા નથી, ત્યાં સુધી તે કીર્તિ શા કામની છે? કેઈ નિર્ધન માણસ કદિ સ્વભાવે સારે હોય, અને તેથી તેની પ્રશંસા થાય, પણ જ્યાં સુધી તેની પાસે દ્રવ્ય નથી, ત્યાંસુધી તે પ્રશંસા શા કામની છે? તેવી લુખી પ્રશંસાથી કાંઈ નિર્ધન ધનવાન થતું નથી. તેવી રીતે પાંડવે ગમે તેટલી સકીર્તિ મેળવે, પણ જ્યાં સુધી તેમની પાસે રાજ્યસત્તા નથી, ત્યાંસુધી. એ પાંડેની કીર્તિ નકામી છે.” - કર્ણનાં આવાં વચન સાંભળી દુર્યોધનના હૃદયને ક્ષણ. વાર આશ્વાસન મળ્યું, પણ તેના અંતરંગમાં જે પાંડને બળાપ હતું, તે શાંત થયો નહિં. વિષ પ્રાગ તથા લાક્ષા