________________
(૪૩૮)
જૈન મહાભારતલાગ્યા. પિતાના ભાણેજની ચિંતાએ તેને પણ ચિંતાતુર બનાવી દીધું. શકુનિ પાસે આવ્યા. ત્યાં સુધી શેકાંધ થયેલા દુર્યોધનની દષ્ટિ તેને જોઈ શકી નહીં. શકુનિ પાસે બેઠે તેપણ દુર્યોધનના દષ્ટિ વિષયમાં તે આવે નહીં. શકુનિએ પ્રણામ કર્યો, તે પણ વ્યર્થ થે. ચિંતાતુર દુર્યોધને તેને સ્વીકાર કર્યો નહીં દુર્યોધન ચિંતા અને શેકવ્યાપ્ત છે, એવું જાણી શકુનિએ “મહારાજ, દષ્ટિ કરે” એમ ઉંચે સ્વરે કહ્યું. આ શબ્દ સાંભળતાંજ દુર્યોધનની દષ્ટિ તેની તરફ આકર્ષાણી. પિતાના મામાને પાસે બેઠેલા જોઈ કૈરવપતિ ચમકી ગયું અને જાણે શરમાયા હોય તેમ દેખાયે. “શું મામે. શકુનિ ?” એમ સંભ્રમ પામી દુર્યોધને સાવધાનીથી કહ્યું અને પોતાની ગફલતને માટે તેની ક્ષમા માગી.
શકુનિએ કહ્યું, રાજે, કેમ ચિંતાતુર દેખાય છે? તને શી આધિ-વ્યાધિ ઉત્પન્ન થઈ છે? દાવાનળની જવાળાએ કરી દગ્ધ થયેલા પર્વતના જેવું તારું શરીર શુષ્ક કેમ થઈ ગયું છે? તારી આવી સ્થિતિ જોઈ મને કલેશ થાય છે, માટે એમ. થવાનું કારણ શું છે? તે કહે. “દુર્યોધન ચિંતાતર ચહેરે બેલ્યો--“મામા, તમારા જેવા બુદ્ધિમાન હીંમતદાર મામાની માટે સહાય છે, તે પણ મારા સર્વ આરંભ નિષ્ફળ થાય છે. વિધાતા જ્યારે પ્રતિકૂળ થાય, ત્યારે મનુષ્યના મનેરથ વ્યર્થ થાય છે. મારા દુશ્મન પાંડે હજુ જીવતા છે. તેમને વિષ અમૃતના કેગળા જેવું થયું છે. લાક્ષાગૃહની બધી