________________
અભયદાન અને વિતદાન.
( ૪૨૯ ) મારા પતિનું અનિષ્ટ ધાર્યું. ” આ પ્રમાણે ચિંતવી અને મનમાં લજ્જા પામી પ્રસન્નવદના દ્રાપદીએ પેાતાના પતિને માલિંગન આપ્યું. પેાતાની પ્રિય સુંદરીના અલિગનથી ભીમસેનના યુદ્ધપરિશ્રમ દૂર થઇ ગયા. એવામાં બકાસુરના વધથી દેવતાઓએ આકાશમાં વિજ્યવાજા વગાડ્યાં. તે નાદ ભીમસેનના સાંભળવામાં આવ્યા. દેવતાઓના વાદ્યોના નિ સાંભળી એકચક્રાનગરીના રાજાએ અનુમાન કર્યું કે, નિશ્ચે અકરાક્ષસ મરણ પામ્યા. એ ખુશાલી આખી નગરીમાં પ્રવત્તી રહી. પછી રાજા પુરવાસિઓ સહિત વિવિધ પ્રકારના માંગલ્ય પદાર્થો લઇ જ્યાં પાંડવા રહેલા હતા, ત્યાં આણ્યે. ભીમસેન, યુધિષ્ટિર વગેરે પાંડવા એકત્ર થઇ બેઠા. રાજા, પ્રધાન અને નગરીની પ્રજાએ આવી પાંડવાની આગળ ભેટ ધરી અને તેમણે વિનયથી કહ્યું,— મહાત્મા, આજ તમે સર્વ પ્રજાના કુટુ એને મરણથી ઉગાર્યા છે. આ નગરીની સર્વ પ્રજાને મોટું અભયદાન આપી તમે તમારા માનવ જીવનને કૃતાર્થ કર્યું છે. ” રાજાએ કહ્યુ, “ મહાત્મા, આ એકચક્રાનગરીની પ્રજાના પ્રાણદાનનું સદાવ્રત માંડી અપાર પુણ્ય માંધનારા એવા તમારૂ સદા કલ્યાણ થાએ. ” પછી રાજાએ કુ તીને ઉદ્દેશીને કહ્યુ, “ જ્યારથી આ ભાગ્યવતીમાતા, આ નગરીમાં આવ્યાં છે, ત્યારથી મારી પ્રજામાં ઘેરઘેર આનંદ વર્તાઇ રહ્યો છે. તેમાં વળી મકરાક્ષસને યમરાજને ઘેર પહાંચાડ્યો, તેથી સર્વ પ્રજામાં અધિકાનંદ પ્રવત્યો છે. આ તમારા ઉપકારની સાથે આ દેવશર્મા અને સાવિત્રીના ઉપ
""
""