________________
વનવાસની વિટંબણું.
(૪૦૫). બાએ પોતાની માયાયિક વિદ્યાના બળથી તે સ્થળે એક સુંદર બગીચો વિકર્યો અને તેની અંદર વિવિધ પ્રકારના ક્રીડાના સ્થળે ઉન્ન કર્યા. અને તેમાં રહી તેણીએ ભીમની સાથે વિષયભોગ ભેગવવા માંડ્યા. અનુક્રમે હેડંબા તે સ્થળને વિષે ગર્ભિણું થઈ.
તે સ્થળે કેટલાએક દિવસ રહી ત્યાંથી પાંડેએ આગળ પ્રયાણ કર્યું હતું.
આગળ પ્રયાણ કરતાં પાંડ એક સુંદર નગરીની પાસે આવી પહોંચ્યા. તે નગરીનું નામ એકચકા હતું. તે નગરી પાસે આવેલા એક વનમાં આવતા એક મહામુનિ તેમના જેવામાં આવ્યા. જાણે સાક્ષાત્ ચારિત્ર હોય, તેવા તે મહામુનિ એક સુવર્ણ કમળ ઉપર બેશી ઉત્તમ ધર્મોપદેશ આપતા હતા. ચંદ્રની જેમ તે પવિત્ર મુનિના દર્શનથી પાંચે પાંડને આલ્હાદ થયે અને તેમને મહાશ્રમ શાંત થઈ ગયા. તેમણે ઉત્સુક હદયથી મુનિને વંદના કરી અને તેમની ભક્તિભાવથી સ્તુતિ કરી તેમની સન્મુખ બેઠા. પાંડવોને જોઈ પર્ષદામાં બેઠેલા સભ્યજને “આ કેણ હશે” એમ સાનંદાશ્ચર્ય થઈ ગયા. અને પાંડવેની પ્રચંડ મૂર્તિઓને વારંવાર જેવા લાગ્યા. તે વખતે તે જ્ઞાની મુનિએ પાંડવોને ઉદ્દેશી નીચે પ્રમાણે ઉપદેશ આપે–
“આ સંસારમાં જેટલા પુરૂષાર્થ છે, તેમાં “ધર્મ* એ ચૂડામણિ છે અને સર્વ પ્રાણી ઉપર જે દયા છે, તે ધર્મના