________________
વનવાસની વિટંબણુ
(૪૧) એટલે દ્રપદી તેની પાસે આનંદપૂર્વક ગઈ અને તેણીએ પિતાના વિજયી પતિને આલિંગન આપ્યું. કામશક અને બંધવિયેગને શેક એ બંને શેકથી આતુર એવી હેડંબાને. ભીમસેને શાંતિ આપી. ભીમ ઉપર આસક્ત થયેલી હેડંબાએ શુશ્રષા અને અધિકમાન એ બે વિધિથી કુંતીનું તથા પ. દીનું મન પિતાને વશ કરી લીધું હતું. તેથી હેડંબા સર્વના. મનને ગમી ગઈ હતી.
રાત્રી વીત્યા પછી પ્રાત:કાળે પાંડ ત્યાંથી આગળ ચાલ્યા. હતા. ભીમસેન યુધિષ્ઠિરની ભુજા ઝાલી આગળ ચાલતો. હતો. અર્જુન સર્વની પાછળ ચાલતો હતો અને કુંતી તથા દ્રૌપદીને પીઠ ઉપર બેસાડી હેડંબા ભીમ તથા અર્જુનની વચ્ચે ચાલતી હતી. થોડે જતાં હેડંબાએ આકાશ માર્ગે ચાલવાં. માંડ્યું. આગળ જતાં કુંતીને અતિ તૃષા લાગી. તે સ્થળે તપાસ કરી પણ કોઈ ઠેકાણે જળ મળ્યું નહીં. અતિ તૃષાતુર થયેલી કુંતીને મૂછ આવી ગઈ. આ સમયે એક દિશા તરફ અને દેવ્યો અને બીજી તરફ ભીમ દેડ્યો. કુંતીની આવી અવસ્થા. જે યુધિષ્ઠિર શોકાતુર થઈ ગયા. માતૃભક્ત યુધિષ્ટિરના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. એટલામાં ભીમ અને અર્જુન જળ વગર પાછા આવ્યા અને માતાની વિપરીત સ્થિતિ જોઈ શેક કરવા લાગ્યા. આ વખતે હેડંબાએ. કમળપત્રને દડીઓ કરી, તેમાં શીતળ જળ ભરી લાવી કુંતીને પાયું. જળના પ્રવેશથી ધીરે ધીરે કુંતી મૂછ રહિત થઈ.