________________
વિતવાસ.
(૩૭૯) ધાન રહેજો. જ્યાં જાઓ, ત્યાં ખાવામાં પીવામાં, ચાલવામાં અને નિદ્રામાં એમ સર્વ પ્રકારની ક્રિયામાં પ્રમાદરહિત પ્રવ
જે. આ તમારાં તીર્થરૂપ કુતીમાતાની ભક્તિ કરજે. અને તેણીના વચનને અનુસરજે.” - વિદુરની આ શિક્ષા યુધિષ્ઠિરે વંદન સાથે સ્વીકારી. પછી પાંડુ ગદ કંઠે બેલ્યા–“વત્સ, તારા જેવા આજ્ઞાકારી પુત્ર વિના હું એકલે શી રીતે રહી શકીશ. હાલા વિચાર કર. વળી વનની ભયંકર ભૂમિમાં તું કુટુંબ સાથે લઈ શી રીતે કરી શકીશ. વનભૂમિમાં કુટુંબને નિર્વાહ કરે એ તને મુશ્કેલ પડશે, માટે આ મારી રત્નમય અંગુઠી તું સાથે લઈ જા. એ ચમત્કારી મુદ્રિકા તારા દુ:ખને દૂર કરનારી થઈ પડશે.” આટલું કહી પુત્રપ્રેમી પાંડુરાજાએ પિતાની રત્નમય મુદ્રિકા યુધિષ્ઠિરના હાથમાં પહેરાવી. પછી તેણે પોતાની પવિત્ર પત્ની કુંતીને કહ્યું, “દેવી, આ પુત્રરૂપ પાત્રનું રક્ષણ કરજે. કારણ કે, સંતાનને સર્વદા માનું જ શરણ હોય છે.” - પિતાનાં આ વચને યુધિષ્ઠિરે અંગીકાર કર્યા પછી તેણે પિતાની અપર માતા માદ્રીને કહ્યું, “માતા, તમે આ અમારા વિયેગી પિતાની સેવા કરે અને જેમ તેમને અમારું સ્મરણ ન થાય, તેવી રીતે વર્તી તેમના હૃદયને સંતોષ આપજે.”
યુધિષ્ટિરનાં આવાં પિતૃભક્તિનાં વચન સાંભળી માદ્રી હૃદયમાં પ્રસન્ન થઈ પિતાના પુત્ર નકુળ અને સહદેવ પ્રત્યે બેલી–“પુત્ર, તમે શુદ્ધ હૃદયથી આ જ્યેષ્ટ બંધુની સેવા