________________
વનવાસ.
(૩૭૩) ગીરી છે. જે હું પાસે હતે તે આ વાત બનવા ન પામતે. રાહુ હમેશાં ચંદ્રને ગ્રહણ કરે છે, પણ જે તેની પાસે બુધ હોય તો તે ગ્રહણ કરી શકતો નથી. આ ભીમ અને અર્જુન તે સમયે માત્ર તમારા ભયથી કાંઈ બેલી શક્યા નહીં હોય, નહીં તો તેઓ તેજ સમયે દુર્યોધનને વધ કરત. હજુ પણ તમારા શત્રુને મારવાનું કામ મુશ્કેલ નથી, પરંતુ તમારી સત્ય પ્રતિજ્ઞાન નિર્વાહ અમને બંધનરૂપ થઈ પડ્યો છે. રાજા, જુઓ આ સતી દ્રૌપદી મને જોઈ રૂવે છે. દુ:શાસને એ બીચારીની અધમ સ્થિતિ કરી, એ વાત તેણુના હૃદયમાં મને જોઈ સાંભરી આવી છે. તે પણ તમારો જ અન્યાય છે. આ સતીનું રૂદન પ્રત્યક્ષ જોઈ મારે કોધાગ્નિ દુર્યોધનને દહન કરવા તૈયાર થયો છે. આ મહાસતીને તે લોકોએ જે તિરસ્કાર કર્યો છે, તેનું ફળ તેમને હું સત્વર આપીશ.”
કૃષ્ણનાં આવાં વચન સાંભળી શાંતમૂર્તિ અને સત્યવત્તી યુધિષ્ટિર વિનયથી બેલ્યા–“મહારાજ, આપ વાસુદેવ છે. જે સમયે આપને કોધ ઉત્પન્ન થયે, તે સમયે આપની સામે ઉભે રહેવાને ઈંદ્ર પણ સમર્થ નથી, તો દુર્યોધન શા હિસાબમાં? તેમ વળી મારા ભાઈઓ પણ આપના પ્રભાવથી દુર્યોધનને પરાભવ કરવાને સમર્થ છે, પરંતુ સત્ય ધર્મ પ્રમાણે વર્તવામાં આગ્રહી એવા મને એ વાત રૂચિકર લાગી નહીં. મેં તેજ જુગાર રમવામાં ભાગ લીધો અને તેને અંગે જે મેં સત્ય કરાર કર્યો, તેનો નાશ મારાથી શી રીતે થાય? જે એવી પ્ર