________________
વનવાસ.
( ૩૭૧ )
કરી સર્વજનાને લેાજન કરાવ્યું. પછી પોતાના સ ંબધિઓની સાથે યુધિષ્ઠિરે તે સ્થળે વિવિધ વાર્તાના સુખથી દિવસ નિગ મન કર્યાં હતા.
બીજે દિવસે પ્રાત:કાળ થયા, તેવામાં વિદ કુમાર બ્રૂપ્રદ્યુમ્ન ઉતાવળા ઉતાવળા આવી પહેાંચ્યા. તે પાંડવાને મળી જ્યાં પેાતાની બ્ડેન દ્રોપદ્દી હતી, ત્યાં આવી પ્રણામ કરી - જળિ જોડી બાહ્યેા— પ્રિયમ્હેન, અમારા ગુપ્ત અનુચરા હુસ્તિનાપુરમાં ર્યો કરે છે. તેઓએ આવી તમારા વનવાસનું વૃત્તાંત પિતાને જણાવ્યું, તેથી શોકાતુર થયેલા પિતાએ તમારી ખબર લેવાને મને અહિં મોકલ્યા છે. પ્રિયમ્હેન, જો તમારા પતિઓની ઇચ્છા હૈાય તે હ. એકલાજ સ્વર્ગના રાજ્યને જીતી શકું તેા પછી દુર્યોધન કાણુ માત્ર? કદિ તે વાત તમારે ન કરવી હાયતા, જ્યાંસુધી તમારા પતિ વનવાસ કરે, ત્યાંસુધી તમે માપણા પિતાને ઘેર રહેવા ચાલે.”
પેાતાના પ્રેમી ખંધુ ધૃષ્ટદ્યુમ્નનાં આવાં વચને સાંભળી દ્રૌપદી નમ્રતાથી મેલી—“ પ્રિય ભાઇ, સત્ય પ્રતિજ્ઞ યુધિષ્ઠિર રાજા દુર્યોધનના વધ કરવાની ના પાડે છે, નહીં તે ભીમ અને અર્જુન તેને જીવતા કેમ રેવા ઢે! ન્યાયમાર્ગે ચાલનારા યુધિષ્ઠિરને એ વાત અનુચિત લાગે છે. પ્રિય અંધુ, તમે મને પિતાને ઘેર વસવાનું કહેા છે, પણ પતિની સહચારિણી થવુ, એ સ્ત્રીના મુખ્ય ધર્મ છે. પતિ વનવાસ કરે અને પત્નીપિતાના રાજમેહેલમાં વસે —એવુ કામ કુલિન