________________
સર્વસ્વ હરણ
(૩૫૯) આજ્ઞા નહિં માને તે હું તને બળાત્કારે સભામાં લઈ જઈશ.” દુ:શાસનનાં આ વચન સાંભળી દ્રૌપદી દીનવદના થઈ ગઈ. તે કરૂણ સ્વરે બોલી—“પ્રિય દીયરજી, આ વખતે મારાથી સભામાં આવી શકાય તેમ નથી. હું હાલ રજસ્વલા થઈ છું અને તેથી મેં એક વસ્ત્ર પહેર્યું છે. વળી હું તમને પુછું છું કે, મારા પતિ યુધિષ્ઠિર રાજા પિતાની જાતને હારી ગયા છે કે નહિં? જે તેઓ પિતાને પંડને હારી બેઠા હોય તે તે પોતે પરતંત્ર થયા ગણાય. અને જ્યારે તે પરતંત્ર થયા ત્યારે બીજા કેઈ ઉપર એમને દાવ શી રીતે લાગે? તેઓ મને પણમાં શી રીતે મુકી શકે! સૂર્યોદય થયા પછી ચંદ્રને દેખાવ હોય તે પણ તે ચંદ્ર નિશાપતિ કેમ કહેવાય?
દ્રૌપદીના આ વચન ઊપર દુઃશાસને ધ્યાન આપ્યું નહિં. ને કોલ કરીને બે – પદી ! તું વાચાલ છે, તે હું જાણું છું. તારે વાચાપણું તજી હવે આગળ ચાલવું છે કે નહીં ? તું મને ખોટી રીતે સમજાવે છે, પણ હું તે માનવાને નથી.” “દીયરજી, જરા ન્યાયથી વિચારે” દ્રપદીએ વચમાં કહ્યું. તે સાંભળતાંજ દુઃશાસન રેષમાં ભરાયે અને તરતજ તેણે દ્વૈપદીને એટલે ઝાલી બાહેર આણું. કંપાયમાન થતી દ્રપદી બોલી “અરે આ શે કેપ! અરે પાપી તું કરવ કુળમાં પાપવૃક્ષ લાગે છે. હું રજસ્વલા છતાં મને ગુરૂ, પિતા, પતિ અને વડીલની સમક્ષ સભામાં લઈ જાય છે.” આટલું કહી પદનંદિની રૂદન કરવા લાગી. તેણુએ ફરી