________________
(૩૪૪)
જૈન મહાભારત.
:
અને તેણે ઉન્મત્ત હાથીને વશ કરવાની, રસેાઇના સ્વાદની અને રાજાની પ્રીતિની તે બધી કૂબડાની વાત દમયંતીને કહી સંભળાવી. તે ઉપરથી દમય તીને ખાત્રી થઈ કે, એ સુખડોજ નળ રાજા છે. ’ પછી તેણીએ પેાતાના પિતાને તે વાત યુક્તિથી જણાવી. પછી વિદ્યરાજાએ દમયંતીના ફરીવાર સ્વયંવર કરવાના નિશ્ચય કર્યો. અને તે પ્રસંગે દધિપણ રાજાને લાવવાથી તેની સાથે કૂખડા આવશે એટલે ખાત્રી થશે, આવા વિચાર પણ કર્યા. આવા વિચારની સાથે તેણે દમયંતીના સ્વયંવરના આરભ કર્યો અને તે પ્રસગે દધિ. પણ રાજાને ખેલાવાને એક ખાસ દૂત મોકલ્યા.
તે જઇ દધિપણ રાજાને પરિવારસહિત વિદુ રાજા તરફથી આમત્રણ કર્યું. દમયંતીના ફરીવાર સ્વયંવર થાય છે, એ વાત સાંભળી કૂબડારૂપે રહેલા નળરાજા આશ્ચય પામી ગયા. સ્વયંવરના દિવસ નજીક હતા, તેથી ત્યાં સત્વર શી રીતે પહેાંચાશે, એવા વિચારમાં પડેલા દધિપણું ને કૃષ્ણડે હીંમત આપી કે, “ જો મને સારથિ કરો તા, હું પ્રાત:કાળે તમને ઠંડીનપુર પહાંચાડું. ” માથી રાજા ખુશી થા અને પછી કૂખડાની ઇચ્છા પ્રમાણે અશ્વ જોડી રથ તૈયાર કર્યા. રાજા દધિપણુ છત્રધર, સ્થગીધર, બે ચામરધારી અને કૂમડા—એમ છ જણા રથમાં આરૂઢ થયા. કૂખડે વેગથી રથને ચલાવ્યેા. માર્ગોમાં જાતાં એક બેડાનું વૃક્ષ આવ્યું, તે વૃક્ષ ઉપર ઘણાં ફળ હતાં. આ વૃક્ષ ઉપર કેટલાં ફળ છે ?
,,