________________
નાખ્યાન,
નળાખ્યાન,
(૩૩૭) શીતળ, મધુર અને સુગંધી જળ થઈ જજો” તત્કાળ જળના ધોધથી તે જળાશય પૂર્ણ ભરાઈ ગયું. તેમાં તે નાન અને જળપાન કરી વિશ્રાંત થઈ.
અહીં વિશ્રાંત થઈ બેઠેલી દમયંતીએ કેટલાએક પંથિજનોના જોવામાં આવી. તેણુએ પથિકોની આગળ પિતાના દુઃખની વાત કહી, એટલે તેઓ દયાથી તેને પિતાની સાથે લઈ અચલપુર નામના એક નગરમાં સીમાડા સુધી લઈ ગયા, તેને એક વાપિકાની પાસે બેસાડી તેઓ ચાલ્યા ગયા. વાપિકા ઉપર બેઠેલી તે સુંદર રમણને જોઈ જળ ભરવા આવેલી યુવતિએ વિચારમાં પડી. તેમાં કેટલીએક રાજાની દાસીઓ હતી. તેઓએ રાજગૃહમાં જઈ તે અચલપુરના રાજ હતુપર્ણની રાણી ચંદ્રયશાની પાસે તે દમયંતીની વાત કહી. દયાળુ રાણીએ તેને અંતઃપુરમાં લાવવાની આજ્ઞા કરી. સર્વ સ્ત્રીઓ જ્યાં દમયંતી બેઠી હતી ત્યાં આવી, અને તેને માનસહિત અંત:પુરમાં ચંદ્રયશાની પાસે લઈ ગઈ. દમયંતી અને ચંદ્રયશા સાથે મળ્યા એટલે તેમના મનમાં પરસ્પર શંકા ઉપન્ન થઈ. દમયંતીએ જાણ્યું કે, “આ ચંદ્રયશા મારી માતા પુષ્પદંતાની બહેન તે નહિં હોય?” ચંદ્રયશાએ વિચાર્યું કે, “મારી બહેન પુષ્પદંતાની પુત્રી આ દમયંતી તે નહિં હોય”? તેમના હૃદયમાં આવી શંકાઓ - ઉત્પન્ન થઈ પણ તેનો નિર્ણય કાઈ થયે નહિંદમયંતી માતૃતુલ્ય સ્નેહ લાવી ચંદ્રયાના ચરણમાં નમી પડી. ચંદ્રયશાએ તેને ૨૨