________________
( ૩૩૧ ) રૂતુ આવી. વણઝારા લેાકેાએ વિકટ માને લઈને એક સ્થળે પડાવ કર્યા. દમયંતીને તેમની સાથે ત્યાં લાંબે કાળ રહેવુ ચેાગ્ય લાગ્યુ નહીં, તેથી તે તેમના કાફલામાંથી ગુપ્ત રીતે ચાલી નીકળી, ઘેાડે દૂર જતાં એક વિકરાળ રાક્ષસ તેણીના જોવામાં આવ્યા. તે ભયંકર રાક્ષસે દમયંતીને કહ્યું, અરે ભામીની, તુ એકલી ક્યાં જાય છે ? મને ઘણી ક્ષુધા લાગી છે, તેથી હું તને ખાઈ જઈશ. દમયંતી હિંમત લાવીને એલી અરે રાક્ષસ, પ્રથમ તું મારૂં વચન સાંભળી લે, પછી જે તારી ઇચ્છામાં આવે તે કરજે, હું અરિહત પ્રભુની ઉપાસિકા છું. મને મૃત્યુનો ભય છેજ નહીં. હું હંમેશાં પવિત્ર રહેનારી છું, માટે તું મને સ્પર્શ કરીશ નહીં. જો તુ મને ખળાત્કારે સ્પર્શ કરીશ તો તુ ખળીને ભસ્મ થઇ જઇશ, દમયંતીનાં આવાં ધમકી ભરેલાં વચનો સાંભળી તે રાક્ષસ હૃદયમાં ભય પામીને એલ્યા—“ કલ્યાણી, હું તારા સત્વથી પ્રસન્ન થયા છું. માટે કહે, હું તારૂ શું હિત કરૂ ? ” દમયંતીએ કહ્યું, ભદ્ર, જો તુ મારીપર પ્રસન્ન થયા હોય તે કહે, “ મને મારા પ્રિય પતિનો ક્યારે મેળાપ થશે ? ” તે રાક્ષસે અવધિજ્ઞાને જોઇને કહ્યુ, ભદ્રે, તને તારા પતિનો મેળાપ ખાર વર્ષે થશે અને તે તારા પિતાને ઘેર થશે, તેથી જો તારી ઇચ્છા હાય તો હું તને તારા પિતાને ઘેર પહોંચાડી દઊ’, ” દમયંતીએ કહ્યું, ભાઈ હું તો ખીજાની સાથે મારે પીયર જઈશ, તારે જ્યાં જવુ હાય, ત્યાં
નળાખ્યાન.