________________
(૨)
જૈન મહાભારત, અને ચોવનની સંધિમાં હતું. તેણુએ લઘુવયમાંજ સ્ત્રીકેળવણી સંપાદન કરી હતી. જે સખીઓ તેની સાથે રમતી હતી, તે પણ તેની સહાધ્યાયિની હતી. કેટલીએક દાસીએ છતાં સદ્ગુણને લઈ તે રાજબાળાની સખીપદને યુગ્ય થઈ ગઈ હતી. સર્વમાં મનેરમા નામે એક દાસી તેણની વિશેષ પ્રીતિપાત્ર સખી થઈ હતી. સુશીલ અને સગુણને લઈને મનેરમા એ રાજકુમારીની આસ અને રહસ્ય સખી બની હતી. વિવિધ જાતની વાર્તાઓ અને કીડાઓ કરી પિતાને સમય પસાર કરતી હતી. તે સાથે તેઓ ધાર્મિક, સાંસારિક અને નૈતિક વિષયો ઉપર વિવેચનપૂર્વક સારી સારી ચર્ચાઓ કરતી, અને તેથી આત્માને અનુપમ આનંદ આપતી હતી.
આ સમયે એક બીજાને પરસ્પર પુછવા માંડયું કે, આપણે કેવા વરને વરવું જોઈએ? તેઓ માંહેથી કેટલીએકે વિદ્વાન, કેઈએ બળવાન, કેઈએ સ્વરૂપવાન, કોઈએ ઉદાર, કેઈએ ધાર્મિક અને કેઈએ સર્વગુણસંપન્ન એમ જુદા જુદા ગુણવાળા પતિને પસંદ કરવા માંડ્યા. છેવટે ચતુરમતિ - નેરમાએ રાજપુત્રીને પુછ્યું કે, “સખી, તને કે પતિ પસંદ છે?” રાજબાળા મંદમંદ હસતી બેલી–“બહેન, મને સર્વગુણસંપન્ન પતિ પસંદ છે, પણ જે મારી આજ્ઞાને તાબે રહે તેવા પતિને વરવા મારી ઈચ્છા છે.” તે સાંભળી મનેરમા હસી પડી. અને તે હસતી હસતી બેલી–પ્રિય બહેન, એ વાત અસંભવિત છે. કારણકે, તું રાજકન્યા છે અને તને