________________
જૈન મહાભારત.
( ૩૧૨ )
મંત્રણ આપવા આવ્યા છું. “કૃતનાં આ વચન સાંભળી રાજા નિષધ ખુશી થયા. અને તે પોતાના રાજકુમારો અને મેટુ સૈન્ય સાથે લઇ કુડિનપુરમાં આવ્યા. તે પ્રસ ંગે અનેક રાજાઓ એકઠા થયા હતા, જ્યાં નિષધરાજાના ઉતારા હતા, ત્યાં લેાકાની ભીડ ઘણી થતી હતી, કારણ કે નળકુમાર અતિ સુદર હાવાથી લેાકેા તેને જોવા આવતા અને ‘આ કુમાર દમ'તીને યાગ્ય છે ’ એમ ખેલતા હતા.
જ્યારે સ્વયંવરના દિવસ આવ્યા, ત્યારે સર્વ રાજાએ હૃદયા ભરેલા પોશાક પહેરી સ્વયંવર મંડપમાં આવ્યા. કાશળ દેશપતિ નિષધરાજા પેાતાના બે તેજસ્વી પુત્રાને લઇ એક રમણીય મંચક ઉપર વિરાજમાન થયા. નક્ષત્રામાં ચંદ્રની જેમ નળકુમાર સવથી અધિક તેજસ્વી દેખાવા લાગ્યા. નળના ઉગ્ર તેજવાળા સ્વરૂપે બીજા સર્વ રાજાઓને નિસ્તેજ કરી દીધા. તે વખતે જાણે સાક્ષાત્ લક્ષ્મી હેાય તેવી દમયંતી ઉત્તમ અલકારા ધારણ કરી સખીઓના પિરવાર સાથે મંડપમાં દાખલ થઈ. રાજકુમારીનું રમણીય રૂપ જોઈ પ્રેક્ષક રાજાએ ચિકત થઈ ગયા અને તેણીની ઉપર પોતાની આશાલતા પલ્લવિત કરવા લાગ્યા. સુદર રૂપવતી ૬મયંતીને તેની ચતુર સહચરીએ મગધ, અંગ, બંગ, કલિંગ, કુંકણ, લાટ, ભ્રૂણુ અને કાંમાજ દેશના મહિપતિઓને તેમના વંશગુણ સાથે આળખાવ્યા. તે પછી તેણીએ નિષધરાજાને બતાવી તેના વશગુણાનુ વર્ણન કરી રાજકુમાર નળને ઓળખાવ્યું.