________________
મામા અને ભાણેજ.
(૩૧) સરિતા મેટી લાગે છે, જ્યાં સુધી સૂર્યોદય થયે નથી, ત્યાં સુધી દીપક મોટો દેખાય છે. તેવી રીતે જ્યાં સુધી મેં પાંડની લક્ષ્મી અવકી ન હતી, ત્યાં સુધી મને મારી લક્ષ્મી. અધિક લાગતી હતી. પણ જ્યારે પાંડની સમૃદ્ધિ મારા, જેવામાં આવી, ત્યારે મને મારી સમૃદ્ધિ અ૫ અને તુચ્છ લાગી છે. એથી મને ઘણે સંતાપ થાય છે. કારણકે, જે શૂરવીર પિતાની ભુજાઓના બળ ઉપર આધાર રાખે છે, તેનાથી બીજાનું બળ સહન થઈ શકતું નથી. માટે જે કે, આપશું લક્ષ્મી બીજા સર્વે વર્ણોના કરતાં અધિક છે, તે પણ પાંડુપુત્રની લક્ષ્મી આગળ તે ધુમાડાથી મલિન થયેલા વસ્ત્રની પેઠે મલિન છે. તે જોઈને કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની જેમ હું પ્રતિદિન ક્ષીણ થતો જાઉં છું. અને જેમ તે જ પક્ષમાં દિવસાનું દિવસ અંધકારની વૃદ્ધિ થતી જાય છે તેમ મારા પ્રતિપક્ષીઓ પુષ્ટ થતાં જાય છે. વળી જેમ હેમંતઋતુ પ્રગટ થવાથી સૂર્ય મલિન થઈ જાય છે. તેમ મારે સર્વ પ્રતાપ પાંડવો અને પાંડવોના મહિમા આગળ મલિન થતું જાય છે. જેમ ઉષ્ણકાળમાં સર્વ જલાશ જળરહિત દેખાય છે, તેમ આ સમયે પાંડવોના રાજ્ય સિવાય આપણુ રાજ્યસહિત બધાં રાજે નિસ્તેજ દેખાય છે. તેમના ભવ્ય ભૂવને અનેક પ્રકારના રત્નથી એવા પ્રકાશમાન થઈ રહ્યાં છે કે, જે. મને જોતાંજ ઇંદ્રનું મન પણ તેને પ્રાપ્ત કરવા લાલચુ થઈ જાય છે. પાંડેના ઐશ્વર્યે દેવતાઓના એકવર્યને પણ દૂર કરી મુકયું છે. તે બીજા માનુષી ઐશ્વર્યની શી વાત કરવી?ભારતના