________________
૩૧
માંગણું ચાલુજ રહી છે, અમેએ લેક લાગણીને માન આપી આ વખતે ખાસ આવૃત્તિ તૈયાર કરાવી છે અને જમાનાને અનુકૂળ ચિત્રો સાથે એક બાળક પણ વાંચી અને વિચારી શકે એવી શૈલી પૂર્વક–સંવાદના રૂપમાં આ ચતુર્થ આવૃત્તિની યોજના કરી છે. ગ્રંથ છપાઈને બહાર પડી ચુક્યો છે, અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એકાદ પખવાડીઆમાં તેની સમસ્ત નકલે ખપી જવી જોઈએ.
ગ્રંથકર્તા અને અને દેશકાળ–ત્રીમાન આચાર્ય શ્રી છનદત્તસૂરિ ગુજરાતના સાહિત્ય ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. તેમણે લગભગ તેરમા સૈકામાં કે જે વખતે સાહિત્યને અભ્યાસ પ્રાયઃ લુપ્ત અને શુષ્ક પ્રાયઃ થઈ ગયે હિતે, તે વખતે કેવળ ઉપકાર કરવાની બુદ્ધિથી એકજ ગ્રંથમાં સકળ શાસ્ત્રના સારભૂત તત્ત, સિદ્ધાંત અને વ્યવહારે સમજાવવા માટે વિવેક વિલાસની રચના કરી હતી. આચાર્ય શ્રી તત્વજ્ઞાનથી લઈ વાસ્તુ શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્ર આદિ લગભગ સઘળા વિષયોનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા, અને એ જ્ઞાનનો નિષ્કર્ષજ આ ગ્રંથમાં તેમણે નીચવી નાંખ્યો છે.
વિષયની વાનગી–પરમ પારંગત આચાર્યશ્રીએ સંસારને અને : ધર્મને કોઈપણ વિષય એ નથી રહેવા દીધો કે જે ગ્રંથમાં પોતાના અસાધારણ બુદ્ધિ બળથી ન ચર્ચો હોય ! શુકનશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, ઋતુચર્યા, રતિશાસ્ત્ર, જોતિષ શાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આદિ અનેકાનેક વિષને આ ગ્રંથમાં અતિ નિપુણતા પૂર્વક સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે એકજ વાનગી બસ થશે.
સ્ત્રી કેવી પરણવી?—કન્યાનાં લક્ષણ અને પરીક્ષા કેવી સ્ત્રીને ત્યાગ કરવો ? સ્ત્રીઓની પ્રસન્નતા શી રીતે પ્રાપ્ત કરવી ? સ્ત્રીની પ્રીતિ રાખવાનું પ્રજન, ગંધ અને કેશ ઉપરથી નારી પરીક્ષા, સ્ત્રીઓ સાથે ચુંબન કરવું, સ્ત્રીનો પ્રેમ કયારે છુટે ? રામ વિનાના સ્ત્રીના લક્ષણ, મકટ