________________
(૨૮)
જૈન મહાભારત.
કરવાને ચાર દિગ્પાળ અથવા શ્યામ, દામ, ભેદ અને દંડ. એ ચાર ઉપાય પ્રત્યક્ષ થઈ આવ્યા હોય તેમ દેખાતા હતા. રાજા રાજ્યાસનપર વિરાજિત થયાં, એટલે તેમના પ્રતાપ સમુદ્ર વલયાંકિત અધી પૃથ્વી ઉપર ફરવાને નીકળ્યો હતા.
રાજ્યાભિષિક્ત થયા પછી પ્રતાપી યુધિષ્ઠિરે પોતાના દરબારમાંથી સ્વારી કાઢી. તે વખતે અનુપમ અશ્વોની ખરીઆથી ઉડેલી રજને લીધે બધું આકાશ છવાઇ રહ્યું હતુ. તે રજને સ્વારીના મદોન્મત્ત ગજે દ્રોના મદના ઝરણાઓએ શાંત કરી દીધી હતી. સ્વારી વખતે બધા યાદ્ધાઓએ પેાતાના મસ્તકપર મયૂરપિચ્છના છત્રા ધારણ કર્યાં હતાં. આ દુખદખા ભરેલી પાંડવેની સ્વારી જોવાને હસ્તિનાપુરની સર્વ પ્રજા ઉલટભેર જોવા આવી હતી. તેએ પાતાના પ્રતાપી નવા રાજાને ઉમંગથી વધાવતી હતી. સ્વારી નગરમાં ફ્રી દરબારમાં આવી અને તે વખતે યુધિષ્ટિરે મધુર ભાષણ કરી પોતાની પ્રજાને અભય વચન આપ્યું હતું. આ સમયે ભરાએલા દરબાર સમક્ષ ગુરૂની આજ્ઞાથી અને સર્વ બંધુએની ઇચ્છાથી સર્વે એ મળીને દુર્યોધનને ઇંદ્રપ્રસ્થના રાજ્યના અભિષેક કર્યા હતા. તેમજ ધૃતરાષ્ટ્રના બીજા પુત્રાને એક એક દેશની સત્તા માપીને સ ંતુષ્ટ કર્યા હતા. જેથી સર્વ સ્થળે વિજય ધ્વનિ સાથે સલાહ શાંતિ પ્રસરી રહી હતી. પછી કૃષ્ણ વગેરે જે રાજાઓને આ શુભ પ્રસંગે આમ ત્રણ કરી ખેલાવ્યા હતા, તેમને યથાયાગ્ય સત્કાર કરી પાતપેાતાને સ્થાને વિદાય કરવામાં આવ્યા હતા.