________________
(૨૭૮)
જૈન મહાભારત પ્રતિજ્ઞા પણ પૂર્ણ થવા આવી છે, એવું વિચારી તે મહાબાહુએ તે પુરૂષને કહ્યું, “ભદ્ર તું આગળથી જા. અને મારા આવવાના ખબર મારા માતાપિતાને તથા મારા બંધુઓને નિવેદન કર. શત્રુંજય તીર્થની પવિત્ર યાત્રા કરી હું હસ્તિનાપુરમાં જલદી આવું છું.”
અર્જુનનાં આ વચને સાંભળી અને પોતાનું આગમન સાર્થક થએલું જાણી તે પુરૂષ ખુશી થતે અર્જુનની આજ્ઞા. લઈ વેગથી હસ્તિનાપુર તરફ રવાને થયે.
પ્રતાપી અને રાજા હેમાંગદની રજા લઈ પિતાના મિત્ર મણિચુડની સાથે વિમાનમાં બેશી સૈારાષ્ટ્ર દેશમાં આવેલા શત્રુંજય તીર્થ પ્રત્યે વિદાય થયે હતો.
વાંચનાર, આ વર અર્જુનના ચરિત્રમાંથી અને તે સમયને અનુસરી વર્ણવેલા બીજા પ્રસંગમાંથી ગ્યશિક્ષણ ગ્રહણ કરજે. વીર અને પિતાની તીર્થયાત્રામાં જે કાર્યો કરેલા છે, તે સર્વ ગૃહસ્થાવાસીઓએ અનુકરણ કરવા ગ્ય છે. પૂર્વકાળે રાજા અને રાજકુમાર પ્રજાપાલન કેવી રીતે કરતા હતા? તે અર્જુનના ગેરક્ષણના ચરિત્ર ઉપરથી દેખાઈ આવે છે. પ્રજાની ગાયને પાછી લાવવામાં અને જે પરાક્રમ બતાવ્યું છે, તે ખરેખર મનન કરવા ગ્ય છે.
પવિત્ર પુરૂષની સમક્ષ જે પ્રતિજ્ઞા લેવામાં આવતી અને પવિત્ર પુરૂષના મુખથી જે ઉપદેશવચને કહેવામાં આવતા. છે તે પ્રમાણે વર્તવાને પ્રાચીન આર્યપુરૂષ કેવા દઢ હતા? તેનું