________________
(રદર)
જૈન મહાભારત અર્જુન ત્યાંથી ચાલી નીકળ્યા હતા. તે આજે આ રમણીય ગિરિના જિનાલયમાં આવી ચડ્યો છે. એ મહાવીર વાપિકામાં સ્નાન કરી જિનાલયમાં પ્રવેશ કરી આદિશ્વરપ્રભુની સ્તુતિ કરી બાહર નીકળી આગળ ચાલ્યા. થોડે દૂર જતા એક મરવાને તૈયાર થયેલ પુરૂષ અને તેની પાસે ઉભી ઉભી આજીજી કરી મનાવતી એક સ્ત્રી તે બંને અર્જુનના જોવામાં આવ્યાં. ધર્મવીર અર્જુન એ દંપતીની પાસે ગયે. દયાળુ અજુન તે. પુરૂષ પ્રત્યે બે -“ભદ્ર, તું કે, છે? આ સ્ત્રી કોની છે? આવું નિર્ગુણ પુરૂષના જેવું કૃત્ય કેમ કરે છે? આ દુર્લભ માનવજીવનને ત્યાગ શા માટે કરે પડે છે? આ વાત પ્રગટ કરવામાં કોઈ અડચણ ન હોય તો મને કહે. મારાથી બનતા પ્રયત્ન કરી હું તને દુઃખમાંથી મુક્ત કરીશ.”
- અર્જુનની ભવ્ય આકૃતિ અને પરાક્રમી મુદ્રા જોઈ તે ; પુરૂષ વિનયપૂર્વક બોલ્યા–“ભદ્ર, આપની મુખમુદ્રા સૂચવી
આપે છે કે, આપ કઈ પોપકારી પુરૂષ છે. આપથી ગુપ્ત રાખવા ગ્ય કાંઈ છે જ નહીં. જ્યારે આપના જેવા પરદુઃખ i ભંજન પુરૂષની આગળ ગુપ્ત વાત રાખીએ તે પછી કોની. ' પાસે દુઃખની વાત પ્રગટ કરવી ? આપની આગળ મારા.
દુઃખની વાર્તા કહેવામાં મને શંકા આવે છે. કારણ કે, આપ . પણ દુઃખી છે, એમ દેખાઓ છે. આપને આ પ્રવાસ કઈ
દુઃખને લઈને થયેલે હેય, એમ જણાય છે. દુઃખી માણસને વિશેષ દુઃખી કરવા એ મને ગ્ય લાગતું નથી.”