________________
અર્જુન તીર્થ યાત્રા.
(૨૫૫ )
પ્રકરણું ૨૩મું.
અર્જુન તી યાત્રા.
એક તરૂણ પુરૂષ જંગલમાં ફરતા હતા. વિવિધ પ્રકારના વૃક્ષેા, લતાઓ અને કુંજોની રમણીયતા જોઇ તેનુ નયનયુગળ પ્રસન્ન થતુ હતુ. પક્ષીઓના સ્વરમાધુર્ય થી તેના શ્રવણુ તૃપ્ત થતા હતા. પુષ્પિત વૃક્ષાના સુગધ તેની ઘ્રાણે દ્રિયને સુખ આપતા હતા, અને શીત, મદ અને સુગધિ પવન તેની સ્પર્શેન્દ્રિયને આનંજ્જિત કરતા હતા, અને શીત, મંદ અને સુગંધિ પવન તેની સ્પર્શેન્દ્રિયને માનદિત કરતા હતા. આમ સર્વ સુખકારી છતાં વળી કાઈ ઠેકાણે સિંહુ વગેરે શિકારી પ્રાણીઓના ભયંકર શબ્દો સાંભળવામાં આવતા હતા. તાપે તે નિર્ભીય થઈ કરતા હતા. તેનામાં પરાક્રમના પ્રભાવ અનુપમ હતા, તેથી તેના દૃઢ હૃદયમાં જરાપણ ભય લાગતા નહીં. ફરતાં ફરતાં એક રમણીય પહાડ તેના જોવામાં આવ્યો. જાણે પૃથ્વીના શિરારત્ન હાય તેવા તે અદ્ભુત પર્યંત જોઈ તે પર ચડવાની તેની ઇચ્છા થઇ. તે વીર પુરૂષ ગિરિરાજની કુદ્રુતી શાભાનુ અવલેાકન કરતા કરતા તે ઉપર ચડયા. ઉપર ચડતાં એક સુંદર શિખર તેના જોવામાં આવ્યું. શિખરની ઉન્નતિ આકાશ સુધી પ્રસરી રહેલી હતી. શિખરની સપાટી ઉપર જતાં એક ધ્રુવિમાન જેવું રમણીય જિનાલય તેના જોવામાં આવ્યું. જિનાલયની