________________
દ્રૌપદી પૂર્વભવ.
સંપતિને માલેક પણ તું જ છે, આ પ્રમાણે કહી પ્રસન્ન થયેલિા તે પુરૂષની સાથે શુકમાલિકાને પરણાવી. પછી તેને ઘેરજમાઈ કરીને રાખે. રાત્રે જ્યારે વરવધુ અંતઃપુરમાં સુવાને ગયા, ત્યારે સાગરની જેમ તે પુરૂષને શુકમાલિકાના અંગને સંગ અંગારાના જે લાગ્યું. તેમજ તે પોતાને પ્રથમ વિષ પહેરી ત્યાંથી નાશી ગયે, તે વખતે શુકમાલિકા પૂર્વની પિઠે રેવા લાગી. આ વખતે તેના પિતાએ આવી કહ્યું, “પુત્રી, વારંવાર આમ થયા કરે છે, તે ઉપરથી જણાય છે કે, તારા પૂર્વકર્મનો વિપરીત વિપાક છે. હવે તારે પતિની આશા મુકી દેવી જોઈએ અને દાનપુણ્ય તથા ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ.”પિતાના આ વચને શુકમાલિકોને રૂચિકર લાગ્યા. તત્કાળ તેણુએ પિતાની મનવૃત્તિ શુભકર્મ કરવામાં જેડી દીધી. અને તે મન, વચન અને કાયાના વેગથી શુભકર્મ કરવા લાગી.
એક દિવસે ગે પાલિકા નામે કેટલીએક સાધ્વીએ તે નગરમાં આવી ચડી. ધર્મવતી શકમાલિકાએ પ્રીતિથી અશન પાનવડે તેઓની સેવા કરી. પવિત્ર સાધ્વીઓએ તેને ધર્મને ઉપદેશ કર્યો. સાધ્વીઓના ધર્મોપદેશથી શુકમાલિકા ધર્મપરાયણ થઈ. તે ચોથ, છઠ તથા આઠમ વગેરે વિવિધ પ્રકારના તપ કરવા લાગી. છેવટે તે સાધ્વીઓની સાથે વિહાર કરી ચાલી નીકળી. માર્ગમાં આવતાં શુકમાલિકાએ સાધ્વીઓને કહ્યું કે, મારે સૂર્ય તરફ દષ્ટિ કરી આતાપના કરવાની છે. સાધ્વીઓએ તેને કહ્યું કે, “તે આતાપના વસતિની બાહેર થાય