________________
દ્રિૌપદી પૂર્વભવ
(ર૩૯) સર્વજોએ તેમને મસ્તક નમાવી વંદના કરી. સર્વ સમાજ શાંત થયા પછી તે મહાનુભાવે દેશના આપી. તે દેશનામાંથી નીચે પ્રમાણે સાર સર્વ રાજાઓએ અંગીકાર કર્યો
ઉત્તમકુળમાં જન્મ, સંપત્તિઓની પ્રાપ્તિ, પરમપ્રિય સમાગમ, પરંપરાનું સુખ, અને સત્કીનિ–એ પૂર્વના પુણ્યવૃક્ષના મધુર ફળ છે. રાજા થઈને જે ધર્મજ્ઞ ન થાય તે તેને રાજ્ય નરકને અર્થે પ્રાપ્ત થયેલું સમજવું. અને જે રાજા ધર્મજ્ઞ હોય તો તેને તેનું રાજ્ય આલેક તથા પરકમાં સુને અર્થે થાય છે.”
આ પ્રમાણે એ મહાનુભાવની દેશનાને સાર ગ્રહણ કરી સર્વ નૃપતિઓ અતિ હર્ષિત થઈ ગયા. દેશના સમાપ્ત થયા પછી જનાર્દને (વિષ્ણુએ) તે મહા મુનિને પ્રશ્ન કર્યો“મુનિવર, આ રાજપુત્રી દ્રૌપદીને પાંચ પતિ કેમ થયા હશે ? તે કૃપા કરી કહો.” | મુનિ ચારણશ્રમણ બોલ્યા–“ભદ્ર, પાંચાલીને પાંચ પતિ થવા જ જોઈએ” કારણ કે, એ તેણીના પૂર્વ જન્મનું ભવિતવ્ય છે, તે સાંભળે–પૂર્વે ચંપા નામની નગરીમાં એમદેવ, એમભૂમિ અને સેમદત્ત નામે ત્રણ બ્રાહ્મણ રહેતા હતા. તેઓને અનુક્રમે નાગશ્રી,ભૂતશ્રી અને યક્ષશ્રી નામે ત્રણ સ્ત્રીઓ હતી. તે ત્રણે ધનાઢય હતા. તેમને પરસ્પર સારી પ્રીતિ હતી. તે ત્રણે હમેશાં પોતપોતાની સ્ત્રીઓ સાથે એકને ઘેર મળીને જોજન કરતા હતા. તેમણે કાયમને માટે