________________
( ૨૩૪ )
જૈન મહાભારત.
r
પ્રાર્થના કરી કે, “ હે કુળદેવતા, કાઇ રાજપુત્ર શિવાય મારા અન્ય ભી ન થાય, તેવા અનુગ્રહ કરશે. ” દ્રોપદીની આવી ચિંતા જાણી પ્રતિહારિણી ખેાલી—“ રાજપુત્રી, ચિંતા કરશે નહીં. એ કણ રાધાવેધની ક્રિયા જાણતા નથી. પ્રતિહારિણીનાં આ વચના સાંભળી દ્રૌપદીને જરા આશ્વાસન મળ્યુ.
પછી બીજા કેટલાએક રાજાએ નિષ્ફળ થયા પછી માની દુર્યોધન રાધાવેધ કરવાને સજ્જ થયા. જ્યારે તે ધનુષ્યની પાસે આવ્યા, ત્યારે તેની માતા ગાંધારી અતિ હર્ષિત થઈ પછી જ્યારે તે નિષ્ફળ થયા એટલે ગાંધારી વિલખી થઈ ગઈ.
ભગદત્ત, અશ્વત્થામા, ભૂરિશ્રવા, શૈશ્ય, જયદ્રથ મહા સેન અને મારૂદત્ત વગેરે રાજાઓ રાધાવેધના મહાવિદ્યાને જાણતા ન હતા. તેથી તે રાધા પુતળીને જોતાં ઉભાજ રહ્યાં. તે સર્વ રાજાઓનું વર્ણન કર્યા પછી પ્રતિહારિણી પાંડવાને ઉદ્દેશીને બેલી-સખી; જો, આ કુરૂવંશના અલ'કારરૂપ, શૂરવીર છતાં સદ્દગુણી અને જાણે શાંતરસની પ્રત્યક્ષ મૂત્તિ હોય, એવા આ પાંડુના જયેષ્ઠપુત્ર યુધિષ્ઠર બેઠા છે, તેની બાજુએ જે ભવ્યાકૃતિ બેઠેલા છે, તે તેના નાના ભાઇ ભીમ છેતે ઘણા પરાક્રમી અને પવિત્ર હૃદયના છે. તેના નાના ભાઇ અર્જુન તેની પાસે બેઠેલા છે. વર્લ્ડ માનકાળે એના જેવા આખી પૃથ્વીમાં કોઇ ધનુવિદ્યામાં નિપુણ નથી. તેનું અમેઘ ખાણુ કદિપણુ લક્ષ ચુકતુ નથી. વળી એણે એવી તેા ગુરૂસેવા કરી છે કે તેને વશ થઇને ગુરૂએ એમને રાધાવેધના અભ્યાસ પણ કરાવ્યે