________________
કુમાર પરીક્ષા.
(૨૨૭ } બનાવવી જોઈએ. પૂર્વકાળે ભારતવર્ષની જે જાહોજહાલી પૃથ્વીની સપાટી ઉપર વિખ્યાત હતી, તેનું કારણ તે વખતે વિદ્યાકળાની ઉન્નતિ હતી. ભારતીપ્રજાનું કળાકૌશલ્ય સર્વ ઈતર દેશમાં પ્રશંસનિય થયું હતું અને તેને લઈને ભારતિ પ્રજા સર્વ સ્થળે પૂજાતી હતી. વર્તમાનકાળે તે વાત તદન ભુલી જવામાં આવી છે. ભારતવર્ષનું કળાકૈશલ્ય અધમ સ્થિતિએ પહોંચ્યું છે. વિદેશીય વસ્તુઓ ઉપર આધાર રાખનાચી વર્તમાનકાળની આર્યપ્રજા પ્રમાદના મહાસાગરમાં મગ્ન થઈ પડી છે. વિશેષ અપશોષની વાત એ છે કે, ભારતની શાસ્ત્રની મહાવિદ્યા તે તદ્દન વિલુપ્ત થઈ છે. ધનવેદની વાર્તાને તે કોઈ જાણતું જ નથી. માત્ર તેનું નામ
સ્મરણ રહેલું છે. એ મહાવિદ્યા ભારતમાંથી તદ્દન અસ્ત થઈ ગઈ છે. અર્જુન, કર્ણ અને દુર્યોધનના વીરત્વની વાત માત્ર પુસ્તકમાં જ રહી છે. એ મહાવીરેનાં ચરિત્ર કેવાં ચમત્કારી છે અને તેઓ પોતાના પરાકમથી આ જગત્ ઉપર કેવી નામના રાખી ગયા છે ? એ વિચાર આર્ય ક્ષત્રિઓના દરેક યુવકે કરવાનું છે, શાસનદેવતા તે સમય પુન: કયારે પ્રાપ્ત કરાવશે?