________________
ગુરૂલાભ.
(૧૯૫). ત્ર અને સબુદ્ધિવાળા રાજકુમારે દ્રોણાચાર્યની પાસે એક મહાવિદ્યાનું શિક્ષણ લેવા લાગ્યા. તેમના હૃદયમાં ગુરૂના વિઘાસંસ્કાર પ્રકાશિત થવા લાગ્યા. જેમ ઘર્ષણના સંસ્કારથી માણિક્યની શોભા વૃદ્ધિ પામે, તેમ દ્રોણાચાર્યની શિક્ષાથી શજ પુત્રેની બુદ્ધિ વૃદ્ધિ પામવા લાગી.
વિદ્યાભ્યાસ કરવાનાં દશ સાધને હોય છે. તેમને અને યંતર અને બાહ્ય એવા બે ભેદ છે. ગુરૂ, પુસ્તક, નિવાસ, સહાય તથા ભેજન–એ પાંચ બાહ્ય સાધનો છે. અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રાનુરાગ–એ પાંચ અંતસધને છે. એ બધા સાધનોની સહાય કરે અને પાંડેને પૂર્ણ હતી.
વિદ્યાગુરૂ દ્રોણાચાર્યને પ્રેમ સર્વ રાજપુત્રની ઉપર સરખો હતા. તેમજ સર્વ રાજપુત્રને પ્રેમ દ્રોણાચાર્યની ઉપર સરખો હતે. સમદષ્ટિ દ્રોણાચાર્ય સર્વને સરખી રીતે વિદ્યાભ્યાસ કરાવતા હતા; તે પણ જેમ મેઘની વૃષ્ટિ સર્વ સ્થળે થાય છે, પરંતુ જળ સંચય તે કોઈ સ્થાનમાં થાય છે અને કોઈ સ્થાનમાં નથી થતું, તેમ કેટલાએક રાજપુત્રને વિષે બુદ્ધિની ન્યૂનતા અને કેટલાએકને વિષે અધિકતા પ્રકાશવા લાગી. સર્વથી અધિક વિદ્યાભ્યાસ કરનાર અજુન એકજ થયે. કારણ કે, તે જે બુદ્ધિમાન હતું, તેજ ગુરૂને વિનય કરનારે હતે. ગુરૂના ચરણેનું સંવાહન, ગુરૂચરણેકનું પાન અને ગુરૂની વિવિધ પ્રકારની