________________
ગુલાભ.
(૧૮૭) કુટુંબમાં કુસંપ, પક્ષપાત ને ઈર્ષાના અગ જોવામાં આવે છે. વિવાહિત થયેલા ઘણું પુરૂષે પિતાના વડિલનું માન રાખતા નથી, એટલું જ નહિ પણ તેમની તરફ તિરસ્કારની દષ્ટિએ જુવે છે. વડિલોપાર્જિત મિલકતમાં વાંધા ઉઠાવી અથવા અજ્ઞાન સ્ત્રીઓને પક્ષ કરી અનેક સહોદર બંધુઓ સામસામા લડે છે. અને વખતે તેમાંથી પરસ્પર એક બીજાની હત્યા પણ બની જાય છે. કેટલાક તે કુસંપથી વૈર વધારી અનેક જાતના વાંધા ઉઠાવી ન્યાયાસન આગળ જાય છે અને ત્યાં હજારો રૂપીઆને વ્યય કરી પોતે ખુવાર થાય છે અને બીજાને ખુવાર કરે છે. પૂર્વકાળે આવી નઠારી પ્રવૃત્તિ ન હતી. ઘણું કુટુંબના નાયકે પાંડુની જેમ સમદષ્ટિ રાખનારા અને સં૫થી વર્તનારા હતા. તેથી ઉદયની અભિલાષા રાખનારા ગૃહસ્થોએ તન, મન અને ધનથી પાંડુના ચરિત્રને વાંચી તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરે, કે જેથી વર્તમાનકાળને સંસાર પ્રાચીન સંસારના સ્વરૂને પ્રાપ્ત કરી શકશે.
– ©© – પ્રકરણ ૧૭ મું.
ગુરૂલાભ. હસ્તિનાપુરની બાહેરના વિશાળ મેદાનમાં કઈ વૃદ્ધ પુરૂષ બીજા તરૂણ પુરૂષને સાથે લઈ ચાલ્યા આવતે હતે.