________________
જૈન મહાભારત,
( ૧૮૦ )
,,
કરવા જોઇએ નહીં. તેમ છતાં જો તમે કેાપ કરી ગયાગે કાંઈ કરશો તો તે તમારૂં મોટું અવિચારી કૃત્ય કહેવાશે. એવું છતાં પણ તમે કહ્યું કે, “ જો તમારી ભુજામાં ખરજ થતી હાય તા મારી સામે આવી જા. ” એ વચન ઘણું અયેાગ્ય છે. તથાપિ તમારા એ વચનના ઉત્તર હુ આપુ છું કે, ‘ જો તમારી ઈચ્છા હાય તા હ' સામે આવવાને તૈયાર છું. ” પણ જેમ મદોન્મત્ત હાથીના કુંભસ્થળની ખરજ એરંડના ઝાડને ઘસવાથી નાશ પામતી નથી, તેમ મારી ભુજાઓની ખરજ તમારી સામે થયાથી મટવાની નથી, તેમ છતાં તમારા બહુમાં પરાક્રમ હાય તા તમે મારી સામે તૈયાર થઇ જાઓ. હું હંમેશા મયુદ્ધ કરવાને તૈયારજ છું; પરંતુ સામે આવ્યા પહેલાં તમે તમારા બળના સારી રીતે વિચાર કરજો, ”
આ
ભીમનાં આ વચના ગવી દુર્ગંધનને રૂમ્યા નહિ. તે તત્કાળ કમર કસીને તૈયાર થયા. આ યાગ્ય કૃત્ય જોઈ વિવેકી યુધિષ્ઠિરે બંને ભાઇઓને યુદ્ધ ન કરવા વિષે ઉપદેશ કર્યો, તો પણ કોઇએ પેાતાના આગ્રહ મુકયા નહિ. અને મયુદ્ધ થવાની તૈયારી થઇ. તે જોવા અનેક છેકરાએ આવી એકઠા થઈ ઘેરા કરીને ઉભા રહ્યા. પછી દુર્યોધન અને ભીમનું મદ્ભુયુદ્ધ ચાલ્યું. તેઓ ખંનેમાંથી કોઈ પણ મલ્લયુદ્ધની કળા શીખ્યા ન હતા, તથાપિ સ્વાભાવિક મળને લઈને તેમનામાં એ કળા પ્રગટ થઈ આવી. થોડીવાર યુદ્ધ કરતાં દુ:શાસનના ચહેરા જ઼ીકો પડી ગયા અને અર્જુનનાં મુખ ઉપર આનદનાં અંકુર પ્રગટ થયા. બળવાન ભીમે અતિ ચપળતાથી દુર્ધા