________________
પાંડત્પત્તિ.
(૧૬૩) આ પ્રમાણે બંને દંપતી વિચાર કરતા શેકાતુર થતા હતા, એટલામાં તે તેના અનુચરોને હર્ષથી દેડતા આવતા જોઈ રાજા આશ્ચર્ય પામ્યું. તેઓએ ભીમને અક્ષય શરીરે રાજાની પાસે મુ. રાજાએ પુત્રને સનેહથી તેડી કુંતીને આપે. પુત્રને સુરક્ષિત જોઈ કુંતી આનંદ પામી. અને અક્ષત રહેલા પુત્રને ઉત્સંગમાં લઈ ચુંબન કરવા લાગી. અનુચરેએ સાનંદાશ્ચર્ય થઈ કહ્યું, “મહારાજા! આપના કુમાર પર્વતના શિખર ઉપરથી ગગડતાં નીચે પડયા તેપણ તેના અંગને લગારે પણ ઈજા થઈ નથી. એટલું જ નહીં પણ બીજું એક અદ્ભુત થયું છે તે તમને જોવામાં આવશે. હવે કૃપા કરી જે સ્થળે આ બાળક પડ્યું હતું, તે ઠેકાણે પધારી જુ.” એવું સાંભળતાં રાજા તથા કુંતી અતિત્વરાથી જ્યાં ભીમ પડયે હતું ત્યાં આવ્યા. ત્યાં જુવે છે તે જે જે શિલાની ઉ. પર ભીમ પડયે હતું, તે તે ચૂર્ણ થઈ ગયેલી દીઠામાં આવી. તેમ છતાં ભીમ સુરક્ષિત અને આનંદપૂર્વક ખેલતે દેખાયે. તે જોઈ બંને દંપતી સાનંદાશ્ચર્ય થઈ ગયા. ભીમના અંગના પ્રહારથી કેટલીએક શિલાઓ ચૂર્ણ થઈ ગયેલી, એમ પાકી ખાત્રી થવાથી પાંડુ અને કુંતી પ્રમોદ સહિત આનંદયુક્ત થઈ ગયા. પિતાના માબાપને જોઈ હાથ ઉંચા કરી ભીમ નાચવા અને કુદવા લાગ્યો. કેમળ હૃદયા કુંતી કુમારને તેડી ચુંબન લઈ છાતી સાથે દાબવા લાગી. પછી પ્રેમપૂર્વક સ્તનપાન કરાવ્યું. બંને પતિ પત્ની ઘણુ રાજી થયા. કુંતીએ