________________
પાંડત્પત્તિ.
(૧૫૯) એક વખતે કુંતિ સાયંકાળની આવશ્યક ક્રિયા કરી સુખે સુતી હતી, ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. તેમાં જાણે તેફાની વાયુ નંદનવનમાંથી એક કલ્પવૃક્ષ ઉખેડી આણને તેણના ખોળામાં નાંખી ગયે. સ્વનિમુકત થયા પછી પવિત્ર કુંતિએ એ સ્વપ્નાની વાત પિતાના સ્વામીને નિવેદન કરી. વિવેકી અને વિદ્વાન પાંડુએ સ્વપ્નાને વિચાર કરી કુંતિને કહ્યું, “પ્રિયા ! પવનના જે મેટે પરાક્રમી, બળવાનમાં શિરેમણિ અને જગને સુખ આપનાર એક પુત્ર તમારા ઉદરમાં ઉત્પન્ન થશે.” પતિના આ વચને સાંભળી કુતિ હૃદયમાં પ્રસન્ન થઈ ગઈ અને તેનું શરીર રોમાંચિત થયું. પછી તેણીને ગર્ભ રહો. ઉદરગત ગર્ભના પ્રભાવથી કુંતિને એવું થવા લાગ્યું કે, જાણે હું પર્વતને થડમાંથી ઉખેડી નાખું, તેણીના શરીરમાં પણ એવું પરાક્રમ પ્રગટ થયું કે, તેણું કઠિન હીરાને પાકેલા કપૂરના કણની પેઠે મસળી નાંખતી હતી. - જ્યારે સમય થયે એટલે શુભદિવસે શૈરવણ કુંતિએ એક બળવાન પુત્રને જન્મ આપે. જ્યારે એ તેજસ્વી અને પ્રબળ પુત્રને જન્મ થયે, ત્યારે આકાશવાણું થઈ કે, “એ બાળક વિજયી, વજદેહી, મહાબળવાનું અને મોટા ભાઈની આજ્ઞાને પાળનારે થશે. તેમજ બધા લોકોને બાંધવ, જ્ઞાની અને અનુક્રમે સિદ્ધપદને પામશે.” આ પ્રમાણે આકાશવાણી થયા પછી એના જન્મથી આનંદને પામી દેવતાઓએ આ કાશમાં મહોત્સવ કર્યો. આ ખબર સાંભળી પાંડુરાજાએ નગ