________________
(૧૫૪)
જેન મહાભારત, એમ કરવાથી તમારા સર્વ મનોરથ પૂર્ણ થશે.” કૈટુકિનાં આ વચને સર્વ યાદવેએ માન્ય કર્યા અને તેને સારો સત્કાર કરી તેને વિદાય કર્યા. પછી યાદની સર્વ પ્રજાએ પશ્ચિમ તરફ જવાને પ્રસ્થાન કર્યું. તેમને નીકળતાં સારા શકુને થયા, જેથી તેઓ બધા આનંદિત થઈ ગયા. અનુક્રમે રતામાં નદીઓ, પર્વતે તથા અરણ્યનું ઉલ્લંઘન કરતાં તેઓ પશ્ચિમ કિનારે આવી પહોંચ્યા. ત્યાં સત્યભામાએ મરૂભૂમિમાં જેમ કલ્પવૃક્ષની ઉત્પત્તિ થાય તેમ બે પુત્રોને જન્મ આપે. ત્યાં કૃણે સમુદ્રના અધિષ્ઠાયકને પ્રસન્ન કરવા અઠ્ઠમ તપ કર્યું, ત્યારે સમુદ્રને અધિપતિ અતિ સંતુષ્ટ થઈ પોતાની સાથે અમૂલ્ય રત્ન લાવ્યું અને તેણે તે રત્ન કૃષ્ણને ભેટ કર્યા. તે બે –મહાનુભાવ ! તમારી આજ્ઞાને માન્ય કરવા તૈયાર છું. અને હવેથી તમે મને પિતાને સેવક કરી જાણજે.” કૃણે કહ્યું, “હે દેવ ! મારે
આ સ્થળે એક રચના કરવી છે, તેથી એક ઉત્તમ સ્થળ શોધી આપ.” કૃષ્ણના કહેવાથી તે સ્થળે તે દેવતાએ એક ઉત્તમ સ્થળ શોધી આપ્યું, પછી પાંચજન્ય નામે શંખ તથા કસ્તુભ નામે મણિ કૃષ્ણને અર્પણ કરી તે દેવ ત્યાંજ અંતર્ધાન થઈ ગયું. પછી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે આવી એક અહેરાત્રમાં તે સ્થળે દ્વારકા નામની ઉત્તમ નગરી રચી આપી. તે નગરીને વજીના જે મજબુત કિલે કર્યો. તે એ તે ઉંચો થયો કે જાણે ગગનની સાથે વાત કરતે હોય ! તેની દીવાલે મણિ તથા માણેકથી જડી લીધી. નગ